NOTIFICATION/ બાંધકામ શ્રમિકોને અસહ્ય ગરમીને પગલે વિશ્રામનો સમય ફાળવવા સુચના

સુચનાનું પાલન ન થાય તો શ્રમિકો હેલપલાઈન પર ફરિયાદ કરી શકશે

Gujarat Ahmedabad
Beginners guide to 2024 05 22T173239.863 બાંધકામ શ્રમિકોને અસહ્ય ગરમીને પગલે વિશ્રામનો સમય ફાળવવા સુચના

Ahmedabad News : ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ) ,એક્ટ (કન્ડીશન્સ ઓફ સર્વીસ૧૯૯૬ હેઠળની બાંધકામ સાઇટમાં મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ બાંધકામ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે જરૂરી છે.

આ હેતુસર બપોરે ૧:૦૦ થી ૪:૦૦ના સમયગાળા દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાકટર્સ વગેરેને બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ-૨૦૨૪ તથા જૂન-૨૦૨૪ સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ/વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે.

ઉપરાંત આ પ્રકારે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો- ૨૦૦૩ના નિયમ-૫૦(૨) મુજબનો વિશ્રામ (Interval of Rest) નો સમય ગણવાનો રહેશે. તેમજ નિયમ-૫૦(૩) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા આથી સૂચના આપવામાં આવેલ છે.
ઉક્ત જણાવેલ સુચનાનું પાલન નહી કરવા બદલ શ્રમિક હેલ્પલાઇન નંબર-૧૫૫૩૭૨ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચારધામ યાત્રાએ તોડ્યા તમામ રેકોર્ડ, હરિદ્વારમાં 60 હજાર શ્રદ્ધાળુઓ રોકાયા, એક માર્ગે ભીડ ઘટી

આ પણ વાંચો:કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો અસાધારણ નિર્ણય, સગીર આરોપીને ના આપ્યા જામીન, 14વર્ષની કલાસમેટનો બનાવ્યો હતો અશ્લીલ વીડિયો