News/ બાળકો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં

આ મહિનાની શરૃઆતમાં પ્રતિદિવસ આઠથી નવ બાળકોને કોરોના સંકમણ થઇ રહ્યું છે

India

કોરોનાનો કહેર

દેશભરમાં કોરોના સંકમણ ખુબ ઝડપથી વધી રહ્યો છે. એમાં પણ વધુ ભયજનકવાત સામે આવી છે કે કોરોના સંકમણ બાળકોમાં વધી રહ્યો છે. કર્ણાટકની રાજાધાની બેંગલુરૃમાં આ મહિનાની શરૃઆતથી લઇ અંત સુધીમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 470થી વધુ બાળકો કોરોના સંકમણની ઝપેટમાં આવી ગયાં છે. શહેરમાં ખુબ ઝડપથી કોરોના વાયરસ ફેલી રહ્યો છે.

Untitled 130 બાળકો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં

 

10 વર્ષથી ઓછી ઉંમરના 470થી વધુ બાળકો કોરોના સંકમણની ઝપેટમાં આવી ગયાં છે

10 વર્ષની ઉંમરના બાળકો શાળાએ જતાં નથી પરતું અન્ય બાળકો સાથે રમે છે અને પાર્કમાં પણ તેમની સાથે રમે છે

અહેવાલના આંકડા પરથી જાણવા મળે છે કે કુલ 244 છોકરા અને 228 છોકરીઓને 1 થી 26 માર્ચ સુધી સંકમિત થયાં છે. આ મહિનાની શરૃઆતમાં પ્રતિદિવસ આઠથી નવ બાળકોને કોરોના સંકમણ થઇ રહ્યું છે. વિશેષજ્ઞોના કહેવા અનુસાર પહેલાની તુલનામાં બાળકોને સંક્રમણ થવાનું  જોખમ વધારે રહેલું છે. કારણ કે સામાજિક કાર્યક્રમો, અને કેટલી શાળાઓ ખુલી જવાથી બાળકો વધારે બહાર નીકળી રહ્યા છે જેના લીધે કોરોના સંકમણનો બાળકો ભોગ બની રહ્યા છે.

પબ્લિક હેલ્થ ફાઉડેશન ઓફ ઇન્ડિયાના વિષેશજ્ઞ અને પ્રોફેસર ડો. ગિરિધર બાબુએ જણાવ્યું છે કે શાળાઓ ખુલવાથી અને કાર્યક્રમો અને ભેગા થવાની મનોવૃતિને કારણે કોરોના સંકમણ વધી રહ્યું છે. આ પહેલા બાળકો સુરક્ષિત હતાં પરતું ઘણીબધી ગતિવિધિઓ સામેલ થતાં જોખમ વધી રહ્યું છે. આ ઉપરાંત ઘરના સભ્યોના લીધે પણ સંક્રમણ વધી રહ્યું છે. અધિકારીઓએ કહ્યું કે બાળકો વધારે જોખમનો સામનો કરી રહ્યા છે તેનું કારણ સોશિયલ ડિસ્ટિંગનો ઉપયોગ નથી કરતા તે અને વધુ સમય માસ્ક નથી પહેરતા તે છે.  જેના કારણે મુશ્કેલી સર્જાઇ છે. વધુમાં જણાવ્યું હતું કે 10 વર્ષની ઉંમરના બાળકો શાળાએ જતાં નથી પરતું અન્ય બાળકો સાથે મેદાનમાં રમે છે અને પાર્કમાં પણ તેમની સાથે રમે છે. જેના કારણે કોરોના વાયરસની ઝપેટમાં આવી જાય છે.