Not Set/ વલસાડની ત્રણ શાળામાં બાળકો થયા કોરોના સંક્રમિત, જાણો સમગ્ર વિગત

ફરી એકવાર વલસાડની ત્રણ શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 3 વિદ્યાર્થી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે.

Gujarat Others
વલસાડની
  • વલસાડની ત્રણ શાળામાં બાળકો થયા સંક્રમિત
  • વલસાડ, પારડી, વાપીની શાળા વિદ્યાર્થી સંક્રમિત
  • 3 વિદ્યાર્થી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ
  • પારડીની શાળામાં અન્ય 50 બાળકોનું કરાયુ ટેસ્ટિંગ
  • જેમાં તમામ બાળકોનાં ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યાય

બાળકો માટેની વેક્સીન હજુ સુધી આવી નથી. પરંતુ ત્રીજી લહેરમાં કોરોના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં બાળકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ ફરી એકવાર વલસાડની ત્રણ શાળાઓમાં બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 3 વિદ્યાર્થી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. પારડીની શાળામાં અન્ય 50 બાળકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ બાળકોનાં ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ પણ વાંચો :આજથી રાજયમાં સુશાસન સપ્તાહની ઉજવણીનો આરંભ,જન કલ્યાણના કાર્યો યોજાશે

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે.    છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 98  કેસ નોંધાયા છે.  બીજી તરફ 69  દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,18,198  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 3 મોત થયા છે. આજે 1,75,539  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 32, સુરત  કોર્પોરેશન 18, વડોદરા  કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 7,  કચ્છ 6, વલસાડ 5, ખેડા 3,  રાજકોટ 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, નવસારી 2,  સાબરકાંઠા 2,  વડોદરા 2, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1 અને સુરતમાં 1 નવો કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો :થરાદ કેનાલમાંથી બે લોકોનાં હાથ બાંધેલી હાલતમાં મળ્યા મૃતદેહ

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 694  કેસ છે. જે પૈકી 8 વેન્ટીલેટર પર છે, જ્યારે 686 નાગરિકો સ્ટેબલ છે. 8,18,198 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10111 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે અમદાવાદ કોર્પોરેશન 1,  જામનગર કોર્પોરેશનમાં 1 અને પોરબંદરમાં 1 મોત થયું છે.

આ પણ વાંચો :અમદાવાદીઓ હજી સમય છે ચેતી જજો, શહેરમાં માત્ર 11 દિવસમાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ થયો બમણો

આ પણ વાંચો :પંચમહાલ જિલ્લામાં શનિવારે સુશાસન સપ્તાહની ઉજવણી શરૂ,નિમંત્રણ પત્રિકાથી નારાજગી

આ પણ વાંચો :મહારાષ્ટ્ર-ગુજરાતમાં નવા કેસ આવ્યા સામે, નિયંત્રણો કરાયા કડક