આમ ભણશે ગુજરાત ?/ અમદાવાદમાં મેટ્રો સ્ટેશનના બાંધકામમાં 6 જેટલા બાળ મજૂરો મળી આવ્યા

અમદાવાદનાં અખબારનગર મેટ્રો સ્ટેશનના બાંધકામમાં 6 જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ NGO  અને CID ક્રાઇમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરી આ આ  બાળ મજૂરોને મુક્ત કરવવામાં આવ્યા હતા.  

Top Stories Ahmedabad Gujarat
Untitled.png 123 6 અમદાવાદમાં મેટ્રો સ્ટેશનના બાંધકામમાં 6 જેટલા બાળ મજૂરો મળી આવ્યા

ગતિશીલ અને વિકાસશીલ ગુજરાતમાં આજે પણ બાળકો પાસે મજૂરી કરાવતી હોય તેવા અનેક ઉદાહરણ અનેક વાર સામે આવે છે. ત્યારે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં મેટ્રો રેલના બાંધકામમાં જ બાળ મજૂરોને મજૂરી કામ ઉપર રાખવામા આવ્યા હતા. અને તેમની પાસે મજૂરી કરવવામાં આવતી હતી. અમદાવાદનાં અખબારનગર મેટ્રો સ્ટેશનના બાંધકામમાં 6 જેટલા બાળ મજૂરો મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ NGO  અને CID ક્રાઇમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરી આ આ  બાળ મજૂરોને મુક્ત કરવવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ ના અખબારનગર મેટ્રો રેલ્વે સ્ટેશના બાંધકામમાં 6 જેટલા બાળકોને મજૂરી કામ માટે રોકવામાં આવ્યા હતા. અને તેમની પાસે
મેટ્રો સ્ટેશનમાં કામ કરવવામાં આવતું હતું. ખાનગી NGO, CID ક્રાઈમની ટીમે બાળકોને છોડાવ્યા હતા. અને આ કેસમાં 3 લોકો વિરૂદ્ધ વાડજ પોલીસે ગુનો  નોંધી ફરિયાદ દાખલ કરી છે.

નોધનીય છે કે, ભારતનું બંધારણ અનુસાર બાળકો પાસે મજૂરી કરાવવી એ કાયદેસર ગુનો બને છે. બંધારણ અનુસાર …

  1. ૧૪ વર્ષથી ઓછી ઉમર ધરાવનાર કોઇ પણ બાળકને કોઇ પણ કારખાનામાં અથવા ખાણમાં કે અન્ય કોઇ પણ જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા જોઇએ નહિ (કલમ ૨૪).
  2. શાસને કામદારો, પુરુષો અને સ્ત્રીઓના આરોગ્ય અને બળને સુરક્ષિત કરવા માટેની તેની નીતિઓ દર્શાવવામાં આવેલ બાળકની ઉંમરનું ઉલંઘન કરે નહિ અને તેઓ આર્થિક જરૂરિયાતના કારણે તેની ઉંમરને અનુરૂપ ના હોય તેવા રોજગારમાં પ્રવેશવા માટે દબાણ ના કરવામાં આવે (કલમ ૩૯-ઇ).
  3. બાળકો તંદુરસ્ત રીતે, આઝાદીથી અને સ્વમાનથી વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ અને બાળપણ અને યૌવનને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદતાથી રક્ષણ આપવું જોઇએ (કલમ ૩૯-એફ)
  4. બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦ વર્ષ સુધીમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન શાસને કરવા જોઇએ (કલમ ૪૫)
  5. બાળ મજૂરી એવી બાબત છે કે જેના માટે બન્ને કેન્દ્ર અને રાજય સરકાર કાયદાઓ ઘડી શકે. બન્ને કક્ષા પર સંખ્યાબંધ કાયદાકિય પહેલો થવી જોઇએ. રાષ્ટ્રીય કક્ષા પર મુખ્યત્વે નીચેના કાયદાઓ ઘડવામાં આવેલ છેઃ
  6. બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારો/કાયદો, ૧૯૮૬: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને ૧૩ વ્યવસાયમાં અને ૫૭ પ્રક્રિયાઓ કે જે બાળકોના જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ છે તેમાં બાળકોની રોજગારીની મનાઈ કરે છે.
  7. ફૅક્ટરી એક્ટ ૧૯૪૮: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબત મનાઈ ફરમાવે છે. ૧૫ થી ૧૮ વચ્ચેની ઉંમર ધરાવનાર કિશોરોને તો જ રોજગાર પર રાખી શકાય જો તેને તંદુરસ્તીનું પ્રમાણપત્ર અધિકૃત કરવામાં આવેલ તબીબ દ્વાર આપવામાં આવેલ હોય. કાયદો એ પણ દર્શાવે છે કે ૧૪ થી ૧૮ની વચ્ચેની ઉંમર ધરાવનાર બાળકોના કામનો સમય દરરોજના સાડા ચાર કલાકનો જ હોવો જોઇએ અને તેના રાત્રિ દરમ્યાનના કામ કરવા પર મનાઈ કરવામાં આવે છે.

ભારતમાં બાળ મજૂરી વિરુદ્ધમાં અગત્યની કાયદાકિય દખલ ૧૯૯૬માં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં કરવામાં હતી જેમાં કેન્દ્ર અને રાજય સરકારને જોખમરૂપ પ્રક્રિયાઓ અને વ્યવસાયમાં કામ કરનાર તમામ બાળકોની ઓળખ કરવા માટે અને તેને તે કામમાંથી બહાર લાવીને ગુણવતાસર શિક્ષણ સાથે પુર્નવસન કરવા માટે દોરવણી કરવામાં આવેલ હતી. ન્યાયાલય દ્વારા એ પણ દોરવણી કરવામાં આવી હતી કે બાળ મજૂરી ધારાનો ભંગ કરનાર નોકરી દાતાઓના ફાળા વડે બાળમજૂર પુર્નવસન સહ કલ્યાણ ભંડોળ ઉભુ કરવું જોઇએ.

રાજકોટ/ ઢોર સાથે બેફામ બનેલા ઢોરમાલિક, રખડતા ઢોર પકડવા વાળા કર્મચારીઓ પર કેમિકલ હુમલો