Not Set/ દિલ્હીમાં પ્રદૂષણ પર બાળકનો નિબંધ સોશિયલ મીડિયામાં વાયરલ, પ્રદૂષણને બતાવ્યો મુખ્ય તહેવાર

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ જોખમી સ્તરોને પાર કરી ગયું છે. જેના કારણે લોકો ખૂબ પરેશાન થઇ રહ્યા છે. જેને લઇને હવે એક બાળકે દિલ્હીનાં પ્રદૂષણ પર નિબંધ લખ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાળકે પ્રદૂષણને દિલ્હીનો મુખ્ય તહેવાર ગણાવ્યો છે. બાળકનો નિબંધ વાંચ્યા પછી, એવું લાગી રહ્યુ છે કે તેને પ્રદૂષણનાં […]

Top Stories India
delhi most દિલ્હીમાં પ્રદૂષણ પર બાળકનો નિબંધ સોશિયલ મીડિયામાં વાયરલ, પ્રદૂષણને બતાવ્યો મુખ્ય તહેવાર

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ જોખમી સ્તરોને પાર કરી ગયું છે. જેના કારણે લોકો ખૂબ પરેશાન થઇ રહ્યા છે. જેને લઇને હવે એક બાળકે દિલ્હીનાં પ્રદૂષણ પર નિબંધ લખ્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાળકે પ્રદૂષણને દિલ્હીનો મુખ્ય તહેવાર ગણાવ્યો છે.

Image result for delhi pollution essay

બાળકનો નિબંધ વાંચ્યા પછી, એવું લાગી રહ્યુ છે કે તેને પ્રદૂષણનાં ભય વિશે વધુ સમજ નથી. પરંતુ નિર્દોષતાથી તેણે આ નિબંધ લખ્યો છે તેનાથી કોઈ પણ હસવાનું બંધ કરી શકશે નહીં. બાળકે નિબંધમાં લખ્યું છે, ‘પ્રદૂષણ એ દિલ્હીનો મુખ્ય તહેવાર છે. તે હંમેશા દિવાળી પછી શરૂ થાય છે. આમાં આપણને દિવાળી કરતા વધુ રજાઓ મળે છે. દિવાળીમાં આપણને 4 રજાઓ મળે છે. પરંતુ પ્રદૂષણમાં આપણને 6 + 2 = 8 રજાઓ મળે છે. લોકો જુદા જુદા માસ્ક પહેરીને ફરતા હોય છે. કાળા મરી, મધ અને આદુનો ઉપયોગ ઘરોમાં વધુ થાય છે. તે બાળકોને વધુ પ્રિય છે.’

Image result for delhi pollution essay

બાળકનો આ નિબંધ દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તેના નિબંધ વાંચ્યા પછી, એવું લાગે છે કે તે એકદમ ખુશ છે. જણાવી દઇએ કે દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, શાળાઓમા અવાર-નવાર રજાઓ પડે છે. છેલ્લા બે દિવસથી દિલ્હી-એનસીઆરની શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ છે.

Related image

પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને એક રોડમેપ તૈયાર કરવા પણ કહ્યું છે જેથી પ્રદૂષણને દૂર કરી શકાય. કોર્ટે સરકારને દિલ્હીમાં એવા સ્થળોની પસંદગી કરવાનું કહ્યું છે જ્યાં પ્રદૂષણનું પ્રમાણ સૌથી વધુ હોય. આવા સ્થળોએ એર પ્યુરિફાયર ટાવર્સ લગાવવામાં આવે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે દિલ્હીમાં ઓડ-ઇવન પ્રદૂષણનાં સ્તરને ઘટાડવા માટે કોઈ સમાધાન નથી. પ્રદૂષણ રોકવા માટે નક્કર પગલાં ભરવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.