Map Issue/ ચીને કરી ફરી અવડચંડાઇ,અરૂણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે જાહેર કર્યો

ચીનના રાજ્ય સંચાલિત ગ્લોબલ ટાઈમ્સે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું છે, “ચીનના નકશાનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું હતું

Top Stories India
1 24 ચીને કરી ફરી અવડચંડાઇ,અરૂણાચલ પ્રદેશને પોતાના વિસ્તાર તરીકે જાહેર કર્યો

ચીનના નવા નકશાને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મંગળવારે  કહ્યું કે અમે રાજદ્વારી ચેનલ દ્વારા વિરોધ કર્યો છે. ચીને પોતાના નવા નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર જાહેર કર્યો છે.બાગચીએ કહ્યું, અમે ભારતના વિસ્તારનો દાવો કરતા ચીનના કહેવાતા પ્રમાણભૂત નકશા પર રાજદ્વારી ચેનલ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. અમે આ દાવાઓને નકારીએ છીએ કારણ કે તેમનો કોઈ આધાર નથી. આવા પગલાં ચીનના પક્ષ દ્વારા સીમા પ્રશ્નના નિરાકરણને જટિલ બનાવશે.

ચીને શું કર્યો દાવો?
ચીને સોમવારે  સત્તાવાર રીતે તેના માનક નકશાનું 2023 સંસ્કરણ બહાર પાડ્યું. તેમાં અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગર પર તેના દાવા સહિત અન્ય વિવાદિત વિસ્તારોનો સમાવેશ થાય છે.

ચીને શું કહ્યું?
ચીનના રાજ્ય સંચાલિત ગ્લોબલ ટાઈમ્સે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું છે, “ચીનના નકશાનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની માનક નકશા સેવાની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું,” સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો. તે જારી કરવામાં આવેલ છે. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સીમાઓ દોરવાની પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

શું કહ્યું વિદેશ મંત્રી એસ જયશંકરે?
સમગ્ર મામલે વાત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, “ચીને નકશો જારી કરીને જે વિસ્તાર પર દાવો કર્યો છે તે તેનો પોતાનો નથી.” ચીનની આદત બની ગઈ છે કે તે વારંવાર ભારતના વિસ્તાર પર દાવો કરવા માટે આવું કરે છે, પરંતુ તેનાથી કંઈપણ બદલાવાનું નથી. અમારી સરકાર ભારતના વિસ્તારને લઈને એકદમ સ્પષ્ટ છે.

ભારત શું કહે છે?
ભારત વારંવાર કહેતું આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ તેનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. તે જ સમયે, મે 2020 માં, પૂર્વી લદ્દાખમાં બોર્ડર સ્ટેન્ડઓફ શરૂ થયા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થયો