Political/ વિપક્ષી ગઠબંધન INDIAની ત્રીજી બેઠક આ તારીખે થશે,સંયોજકની કરવામાં આવશે જાહેરાત!

2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવાના ઉદ્દેશ્ય સાથે 26 વિપક્ષી પાર્ટીઓએ ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ઇન્ડિયા) નામનું ગઠબંધન બનાવ્યું છે

Top Stories India
11 3 વિપક્ષી ગઠબંધન INDIAની ત્રીજી બેઠક આ તારીખે થશે,સંયોજકની કરવામાં આવશે જાહેરાત!

2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને હરાવવાના ઉદ્દેશ્ય સાથે 26 વિપક્ષી પાર્ટીઓએ ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ઇન્ડિયા) નામનું ગઠબંધન બનાવ્યું છે. તેની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં થઈ શકે છે.
સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી. વિપક્ષી ગઠબંધનની પ્રથમ બેઠક બિહારની રાજધાની પટનામાં અને બીજી બેઠક કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં થઈ હતી.

મુંબઈમાં વિપક્ષી ગઠબંધનની આ બેઠક અગાઉ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં યોજાવાની હતી, પરંતુ કેટલાક નેતાઓએ તેમના વ્યસ્ત સમયપત્રકને કારણે હાજર રહેવાની અસમર્થતા દર્શાવી હતી. વિપક્ષી ગઠબંધનના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, “અમારા ગઠબંધનની આગામી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે. 31 ઓગસ્ટે વિપક્ષી નેતાઓ માટે ડિનર રાખવામાં આવ્યું છે. 1 સપ્ટેમ્બરે દિવસ દરમિયાન ઔપચારિક બેઠક અને પછી સાંજે સંયુક્ત પત્રકાર પરિષદ યોજાશે.સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક પવઈ વિસ્તારની એક હોટલમાં યોજાવાની છે. આ પ્રથમ વખત બનશે કે ‘ઇન્ડિયા’ના ઘટક પક્ષોની બેઠક એવા રાજ્યમાં યોજાવા જઈ રહી છે જ્યાં આમાંથી કોઈ પક્ષ સત્તામાં નથી.

મુંબઈ બેઠક એ અર્થમાં પણ મહત્વની રહેશે કે આ મહાગઠબંધનના કન્વીનરના નામ પર નિર્ણય થઈ શકે છે. અને સંકલન સમિતિ પણ બનાવી શકાય. આ સાથે આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણી માટે સીટ કો-ઓર્ડિનેશનના સંદર્ભમાં એક રૂપરેખા પણ તૈયાર કરવામાં આવી શકે છે.