SpiceJet/ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મહિલાની છેડતી, મુસાફરે લગાવ્યો ગંભીર આરોપ

આ અંગે વધુ માહિતી આપતા સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ કેબિન ક્રૂએ પુરુષ મુસાફરની સીટ બદલી નાખી

India
સ્પાઈસ જેટ

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો છે. એરલાઈન્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોલકાતાથી બાગડોગરા જતી ફ્લાઈટમાં એક સહ-યાત્રીએ મહિલા સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ કેબિન ક્રૂએ પુરુષ મુસાફરની સીટ બદલી નાખી. જોકે, આરોપી સહ-મુસાફરનું કહેવું છે કે તેણે આવું કોઈ કામ કર્યું નથી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ મામલામાં અત્યાર સુધી મળેલી માહિતી મુજબ 31 જાન્યુઆરીએ જ્યારે સ્પાઈસ જેટની ફ્લાઈટ એસજી 592 કોલકાતાથી બાગડોગરા જઈ રહી હતી ત્યારે એક મહિલા મુસાફરની છેડતીની આ ઘટના બની હતી. પીડિત મહિલા મુસાફરે તેના સહ-મુસાફર પર અયોગ્ય વર્તનનો આરોપ લગાવ્યો હતો. કેબિન ક્રૂએ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.
લેખિત ફરિયાદ નોંધાઈ નથી.

ફ્લાઈટ લેન્ડ થયા બાદ તરત જ એરલાઈનના સિક્યુરિટી સ્ટાફ દ્વારા બંને મુસાફરોને CISF અધિકારીઓ પાસે લઈ જવામાં આવ્યા હતા. મહિલાએ આરોપી સામે કાર્યવાહીની માંગ કરી હતી, પરંતુ પુરુષે માફી માગી લીધા બાદ લેખિત ફરિયાદ નોંધાવી ન હતી.

સ્પાઇસજેટે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના દરમિયાન, તેના કેબિન ક્રૂએ મહિલા પેસેન્જરને સક્રિયપણે મદદ કરી અને તેણીની આરામ અને સલામતીની ખાતરી કરી.

અભદ્ર વર્તનના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા…

નોંધનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં ફ્લાઇટ દરમિયાન યાત્રીઓ સાથે અભદ્ર વર્તન કરવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. 26 નવેમ્બર, 2022 ના રોજ શંકર મિશ્રાનો પ્રથમ કેસ પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં તેણે ન્યૂયોર્ક-દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દારૂના નશામાં એક વૃદ્ધ મહિલા પર કથિત રીતે પેશાબ કર્યો હતો. આ કેસમાં મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, લગભગ એક મહિનો જેલમાં વિતાવ્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનોખો સબંધ/નક્સલવાદીઓ સામેની લડાઈમાં બકરો બન્યો CRPFનો ‘મિત્ર’, તેનું નામ પણ છે અનોખું; 10 વર્ષથી છે સાથે

આ પણ વાંચો:Arvind Kejariwal/‘તમારી પાસે પુરાવા છે એવું લાગે છે, ક્રાઈમ બ્રાન્ચને આપો’; CM કેજરીવાલને નવી નોટિસ જારી

આ પણ વાંચો:AAP leaders/ક્રાઈમ બ્રાંચના સમન્સ બાદ થઇ પ્રેસ કોન્ફરન્સ, AAP નેતા આતિશીએ જણાવ્યું કે……