Not Set/ માનવતા મરી પરવારી, મહિલા નેતાનાં જાહેરમાં કપડા ફાંડવામા આવ્યાં

ગુરુવારે, રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓની ચૂંટણીને લઇને ભાજપ અને સપાનાં સમર્થકો વચ્ચે હંગામો, મારા-મારી, તોડફોડ અને ગોળીબારનાં સમાચાર મળી રહ્યા છે.

Top Stories India
11 214 માનવતા મરી પરવારી, મહિલા નેતાનાં જાહેરમાં કપડા ફાંડવામા આવ્યાં

યુપીમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાદ હવે બ્લોક ચીફની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તીવ્ર બની છે. ગુરુવારે, રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓની ચૂંટણીને લઇને ભાજપ અને સપાનાં સમર્થકો વચ્ચે હંગામો, મારા-મારી, તોડફોડ અને ગોળીબારનાં સમાચાર મળી રહ્યા છે. સીતાપુર, ફતેહપુર, બસ્તી, ગોરખપુર, દેવરીયા, શ્રાવસ્તી, આંબેડકર નગર સહિતનાં અનેક જિલ્લાઓમાંથી આવા અહેવાલો આવ્યા છે.

આરોપી પકડાયા / હૈતીનાં રાષ્ટ્રપતિની હત્યાનાં આરોપમાં પોલીસે કરી 2 અમરિકનની ધરપકડ

આ હંગામા વચ્ચે લખીમપુર ખીરીમાં રસ્તા વચ્ચે મહિલા નેતા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને તેમને બળજબરીથી અટકાવવામાં આવ્યા હતા. આ અલગ અલગ ઘટનાઓમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લખીમપુર ખેરી જિલ્લાનાં પસગવાન બ્લોકનાં સપાનાં ઉમેદવાર રિતુ સિંહે આરોપ લગાવ્યો છે કે, ભાજપનાં કાર્યકરોએ તેની મહિલા પ્રસ્તાવક સાથે ગેરવર્તણૂક કરી અને તેમના કપડા પણ ફાડી નાખ્યા હતા. સપાનાં ઉમેદવાર રિતુસિંહે જણાવ્યું હતું કે, જ્યારે તે ઉમેદવારી પત્ર ભરવા જઇ રહી હતી, ત્યારે રસ્તામાં હાજર મોહમ્મદી વિસ્તારથી ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય લોકોન્દ્ર પ્રતાપ સિંહનાં કાર્યકર્તાઓ તેમના પ્રસ્તાવક અનિતા યાદવની સાથે મારા-મારી કરી અને તેમના કપડાપણ ફાંડી દીધા હતા. તેમજ ઉમેદવારી પત્ર ભરતી વખતે તેમના ઉમેદવારી પત્રો લઇે ફાંડી દીધા હતા. વળી, હવે આ મામલે એસપીને ફરિયાદ આપતાં રિતુ સિંહે કહ્યું છે કે તે સેમરા જાનીપુર પોલીસ સ્ટેશન પસગવાનની રહેવાસી છે. ગુરુવારે, જ્યારે તેઓ ઉમેદવારી નોંધાવવા જઇ રહ્યા હતા, ત્યારે ભાજપ સમર્થકોએ તેમની સાડી ખેંચી અને ગેરવર્તણૂક કર્યું. આ દરમ્યાન બન્નેનાં કપડા સુધી ફાંટી ગયા હતા. રિતુ સિંહે આરોપ લગાવ્યો છે કે, તેમના બેગ ભાજપા કાર્યકર્તા બૃજ સિંહ રહેવાસી જેબી ગંજ તથા યશ વર્મા રહેવાસી મકસૂદપુરે જુટવી લીધી, જેમા 7500 રૂપિયા અને જ્વેલરી હતી. આ દરમ્યાન આરોપીઓએ તેમના કાનનાં આભૂષણ પણ છીનવી લીધા હતા.

મોટી દુર્ઘટના / સ્વીડનમાં Skydiving પ્લેન ક્રેસ, 9 લોકોનાં મોત, PM એ સંવેદના વ્યક્ત કરી

રિતુ સિંહ કહે છે કે, જેમ તેમ કરી તેણી અને પ્રસ્તાવક ત્યાંથી છટકી ગઇ અને નામાંકન ખંડમાં પ્રવેશ કર્યો અને પોતાનું ફોર્મ સબમિટ કર્યું. આરોપ છે કે આરઓ તરફથી ઉમેદવારી પત્ર છીનવીને પછી ભાજપનાં કાર્યકરોએ તેને ફાડી નાખ્યુ હતુ અને તેમને નામાંકન ભરવા દીધુ નહોતુ. જણાવ્યું કે એમ.એલ.સી. શશાંક યાદવ, ડો.આર.એ. ઉસ્માની અને ડો. ઝુબેર વગેરે તેમની હાલત જાણવા સ્થળ પર પહોંચ્યા ત્યારે ભાજપનાં કાર્યકરોએ તેમને વચ્ચેથી અટકાવ્યા અને મારાા-મારી શરૂ કરી અને તેમને અટકાવ્યા. પોલીસ પ્રશાસનનાં અધિકારીઓ અને ભાજપનાં સાંસદ અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રેખા વર્મા અને મોહમ્મદી ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપસિંહ અહી હાજર હતા, પરંતુ પોલીસે તેમની કોઇ મદદ કરી ન હોતી. નોંધનીય છે કે, બ્લોક પ્રમુખની ચૂંટણી માટે, યુપીનાં 75 જિલ્લાનાં 825 બ્લોકમાં ગુરુવારે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધીનાં ઉમેદવારી પત્રોની ચકાસણી થવાની હતી.