China/ ચીનમાં એક્સપ્રેસ વે પર બનેલો 500 મીટર બ્રિજ ધરાશાયી, ઊંચાઈ પરથી પડી જતાં ટ્રક અને કારના ટુકડા, અનેક લોકોના મોત થયા

પરિવહન મંત્રાલયના એન્જિનિયરો અને નિરીક્ષકો તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પ્રાંતીય ગવર્નર તેમજ ડેપ્યુટી પ્રાંતીય ગવર્નર બચાવ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે.

World
Untitled 49 ચીનમાં એક્સપ્રેસ વે પર બનેલો 500 મીટર બ્રિજ ધરાશાયી, ઊંચાઈ પરથી પડી જતાં ટ્રક અને કારના ટુકડા, અનેક લોકોના મોત થયા

દુનિયામાં દરેક વ્યક્તિ જાણે છે કે ચીનના સામાનની ગુણવત્તા કેટલી નબળી છે. અહીં બનતા શસ્ત્રોથી લઈને રોજબરોજની ચીજવસ્તુઓ સુધી કંઈ પણ લાંબું ચાલતું નથી. હવે આવો જ એક કિસ્સો ચીનના હુબેઈ પ્રાંતમાંથી સામે આવ્યો છે. અહીં ચીનના એન્જિનિયરોએ એક્સપ્રેસ વે પર આવો બ્રિજ બનાવ્યો, જેનો એક ભાગ તૂટી પડ્યો. જેના કારણે ચાર લોકોના મોત થયા છે, જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. ચીની અધિકારીઓએ આ માહિતી આપી છે. આ અકસ્માત બપોરના સમયે થયો હતો. ત્યારથી બ્રિજ બનાવવામાં સામેલ માલસામાનની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે.

આ  પણ વાંચો ;Bollywood / દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ’ ગહેરાઈયાં’ OTT પર આ દિવસે થશે રિલીઝ …..

ટ્રાફિક અને પોલીસ ફોર્સના અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત એઝોઉ શહેરમાં શનિવારે બપોરે 3.30 વાગ્યે થયો હતો.  અકસ્માતમાં એક્સપ્રેસવે પરનો બ્રિજ લગભગ 500 મીટર પડ્યો હતો . ચીનની સરકારી મીડિયા શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે પુલ પરથી અનેક વાહનો પડી ગયા.આ ઘટનાને પગલે એક્સપ્રેસ વે બંધ કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;Bollywood / ગોલ્ડન કલરના લહેંગામાં ખૂબ જ સુંદર જોવા મળી આલિયા ભટ્ટ, જુઓ તસવીરો

પરિવહન મંત્રાલયના એન્જિનિયરો અને નિરીક્ષકો તપાસ કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પ્રાંતીય ગવર્નર તેમજ ડેપ્યુટી પ્રાંતીય ગવર્નર બચાવ પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા છે. સિન્હુઆએ જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ અધિકારીઓ અને અગ્નિશામકો પણ ઘટના સ્થળે છે, ટ્રાફિકને ડાયવર્ટ કરી રહ્યા છે  સરકારી ચેનલ CGTNએ અહેવાલ આપ્યો હતો કે ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવ્યાની 20 મિનિટ પછી 50 ઈમરજન્સી કર્મચારીઓનું પ્રથમ જૂથ અને નવ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.