ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને મંગળવારે એક વ્યક્તિએ થપ્પડ માર્યો હતો. દક્ષિણ-પૂર્વી ફ્રાન્સના ડ્રમ વિસ્તારમાં ઉભા રહી કેટલાક લોકો સાથે વાતચી કરી રહ્યાહતા. તે સમયે એક વ્યક્તિએ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને થપ્પડ માર્યો હતો. બીએફએમટીવી અને આરએમસી રેડિયોએ આ સમાચાર આપ્યા છે. બીએફએમ ટીવી અને આરએમસીએ પણ ટ્વિટર પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ લીલા રંગનો ટી-શર્ટ અને ચશ્માં અને માસ્ક પહેરે છે. રાષ્ટ્રપતિ મેક્રોન ત્યાં પહોંચતાંની સાથે જ તેને એક થપ્પડ આપે છે.
આ ઘટના ત્યારે બની જ્યારે મેક્રોન દક્ષિણ-પૂર્વી ફ્રાંસના ડ્રમ વિસ્તારની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓ કોવિડ -19 રોગચાળા પછી દર્દીનું જીવન સામાન્ય કેવી રીતે જીવી શકે છે અંગે રેસ્ટોરન્ટ્સ અને વિદ્યાર્થીઓ સાથે વાત કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેલાયેલા એક વીડિયોમાં, મેક્રોન સફેદ શર્ટ પહેરી ને સામે ઉભેલા લોકોના ટોળા તરફ ચાલતા નજરે પડે છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ત્યાં પહોંચ્યા અને એક માણસ તરફ હાથ લંબાવ્યો, જેણે ચશ્માં અને લીલો રંગનો ટીશર્ટ અને માસ્ક પહેરેલો હતો.
તે માણસ કહી રહ્યો હતો કે ડાઉન વિથ મેક્રોનીયા અને પછી તેણે મેક્રોનના ગાલ ઉપર જોરદાર થપ્પડ જડી દીધો હતો. આ ઘટના બાદ પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. જો કે, આ પછી, મેક્રોનના સુરક્ષા કર્મચારીઓ તરત ત્યા ધસી આવ્યાં હતા. અને તે વ્યક્તિને પકડી લીધો હતો.
આ ઘટના બાદ મેક્રોન ત્યાંથી નીકળી જાય છે. મેક્રોનની સુરક્ષા ટીમે પુષ્ટિ કરી કે એક વ્યક્તિએ મેક્રોનને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો.