Chinesecar company/ ચીનની જાયન્ટ ઇલેક્ટ્રિક કંપની BYDની ભારતમાં જંગી રોકાણની યોજના કેન્દ્રએ ફગાવી

ચીનની જાયન્ટ ઇલેક્ટ્રિક કાર કંપની BYDને મોટો ઝટકો લાગ્યો છે. BYDએ ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની દરખાસ્ત કરી હતી.

Top Stories Business
Chinese car company ચીનની જાયન્ટ ઇલેક્ટ્રિક કંપની BYDની ભારતમાં જંગી રોકાણની યોજના કેન્દ્રએ ફગાવી

નવી દિલ્હીઃ ચીનની જાયન્ટ ઇલેક્ટ્રિક કાર કંપની BYDને મોટો ઝટકો લાગ્યો છે. BYDએ ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરવાની દરખાસ્ત કરી હતી. ચીનની ઇલેક્ટ્રિક કાર કંપની BYD હૈદરાબાદ સ્થિત મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે ભાગીદારીમાં ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માંગતી હતી. પરંતુ હવે કંપનીની આ યોજના પર પાણી ફરી વળ્યું છે. કેન્દ્રની મોદી સરકારે ચીનની ઇલેક્ટ્રિક કાર કંપની BYDના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેની પાછળનું કારણ સુરક્ષા હોવાનું કહેવાય છે.

કંપની ભારતમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે

ચીનની ઇલેક્ટ્રિક કંપની ભારતમાં ઝડપથી પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, DPIITએ કંપનીના રોકાણ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ વિભાગો પાસેથી ઇનપુટ માંગ્યા હતા. ચર્ચા દરમિયાન ભારતમાં ચીનના રોકાણને લગતા સુરક્ષા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. BYD કેસમાં પણ સરકારને આવી જ ચિંતા હતી, જે હવે સામે આવી છે. રિપોર્ટ અનુસાર, સુરક્ષાની ચિંતાઓને કારણે સરહદ પારના ખેલાડીઓને ભારતીય બજારમાંથી દૂર રાખવાના સરકારના વલણને ધ્યાનમાં રાખીને ચીનની કંપનીઓના પ્રવેશને લઈને ગૃહ અને વિદેશ મંત્રાલયમાં અસ્વસ્થતા છે. વિદેશી કંપનીઓને ભારતમાં પ્રવેશવા માટે સ્થાનિક કંપનીઓ સાથે કરાર કરવા પડશે. કેટલાક કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે સ્થાનિક કંપનીઓ ડમી જેવી છે. BYD કેસમાં પણ સરકારને આવી જ ચિંતા હતી. જેના કારણે કેન્દ્ર સરકારે તેને ફગાવી દીધી છે.

કંપનીની યોજના

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનની ઇલેક્ટ્રિક કંપનીએ દરખાસ્ત કરી હતી કે તે વાર્ષિક 10,000-15,000 ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરશે. BYD, વેચાણની દ્રષ્ટિએ વિશ્વની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક, ભારતમાં પહેલાથી જ બે EV મોડલ રજૂ કરી ચૂકી છે. વધુમાં, BYD તેની ઈલેક્ટ્રિક બસો માટે MEIL ની પેટાકંપની, Olectra Greentech ને ટેક્નિકલ સપોર્ટ પૂરો પાડે છે. ઓલેક્ટ્રાને 3,000-3,500 કરોડ રૂપિયાની 2,000 બસોનો ઓર્ડર મળ્યો છે, જે આગામી 12-18 મહિનામાં પૂર્ણ કરવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચોઃ Five Day Week/ ભારતમાં બેંકો અઠવાડિયામાં માત્ર 5 દિવસ જ ખુલ્લી રહી શકશેઃ 28મીએ નિર્ણય

આ પણ વાંચોઃ High Court-Judge Appointment/ હાઈકોર્ટમાં 2018 પછી નીમાયેલા 75 ટકા જજ જનરલ કેટેગરીના

આ પણ વાંચોઃ Cloud Burst In Uttarkashi/ ઉત્તરકાશીમાં ફાટ્યું વાદળ, આ વિસ્તારોમાં સર્વત્ર તબાહીના દેખાઈ રહ્યા છે સંકેતો 

આ પણ વાંચોઃ CBSE-Regional Language/ લો, હવે સીબીએસઇ પણ સ્થાનિક ભાષામાં અભ્યાસ કરાવશે

આ પણ વાંચોઃ Manipur Violence/  “ટોળાએ મારા પતિ અને પુત્રની હત્યા કરી, પછી પુત્રીને છીનવી લીધી”: મણિપુર વીડિયોમાં હાજર પીડિતાની માતા