ધાર્મિક/ બે કારણોથી શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવી હતી, તે જાણીને તમે ચોંકી જશો

શ્રી હરિ કૃષ્ણએ બધાની સામે ચમત્કાર કર્યો અને દ્રૌપદીની સાડી દુશાસન મૂર્છિત થાય ત્યાં સુધી લાંબી થઈ ગઈ અને બધા દંગ રહી ગયા. દરેક વ્યક્તિ સમજી ગયા કે આ એક ચમત્કાર હતો.

Dharma & Bhakti
babita 5 બે કારણોથી શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવી હતી, તે જાણીને તમે ચોંકી જશો

મહાભારતમાં યુધિષ્ઠિરે જુગારમાં  દ્રૌપદીને દાવ પર લગાવી હતી. અને દ્રૌપદી મામા શકુનીએ દુર્યોધન વતી જીતી લીધી હતી. તે સમયે દુશાસન દ્રૌપદીને વાળથી પકડીને ભરી સભામાં ખેંચી ગયો. જ્યારે દ્રૌપદીનું ત્યાં અપમાન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ભીષ્મપિતામહ, દ્રોણાચાર્ય અને વિદુરા જેવા મહાન લોકો પણ ત્યાં હાજર હતા. પરંતુ ત્યાં ઉપસ્થિત બધા દિગ્ગજ વડીલો પોતાનો ચહેરા ઝુકાવીને બેસી રહ્યા. આ બધાને તેમના મૌન માટે સજા પણ મળી હતી.

દુર્યોધનનો આદેશ થતા જ દુશાસન ભરી સભામાં તમામ વડીલગણની સામે દ્રૌપદીની સાડી ખેંચવા મંડી હતી. સભામાં હાજર બધા જ વડીલો મૌન ધારણ કરી બેઠા હતા. પાંડવો પણ દ્રૌપદીની લાજ બચાવી શક્યા ન હતા. ત્યારબાદ દ્રૌપદીએ આંખો બંધ કરી વાસુદેવ શ્રી કૃષ્ણને વિનંતી કરી. શ્રી કૃષ્ણ તે સમયે સભામાં હાજર ન હતા.

 દ્રૌપદીએ કહ્યું, “હે ગોવિંદ, આજે આસ્થા અને અવિશ્વાસ વચ્ચે યુદ્ધ છે. આજે મારે એ જોવાનું છે કે ભગવાન છે કે નહી. “ત્યારે શ્રી હરિ કૃષ્ણએ બધાની સામે ચમત્કાર કર્યો અને દ્રૌપદીની સાડી દુશાસન મૂર્છિત થાય ત્યાં સુધી લાંબી થઈ ગઈ અને બધા દંગ રહી ગયા. દરેક વ્યક્તિ સમજી ગયા કે આ એક ચમત્કાર હતો.

એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણએ બે કારણો થી દ્રૌપદીની લાજ બચાવી હતી. પ્રથમ કે તે તેમની મિત્ર હતી અને બીજું કે તેણે બે સદ્ગુણો કર્યા હતા. આ બંને કારણો ન હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીની લાજ બચાવી શક્યા હોત.

પહેલું સદ્કાર્ય : એકવાર દ્રૌપદી ગંગામાં સ્નાન કરી રહી હતી. તે જ સમયે એક સાધુ સ્નાન કરવા ત્યાં આવ્યા હતા. સ્નાન કરતી વખતે સાધુનો લંગોટ પાણીમાં વહી ગયો હતો. અને તે આ સ્થિતિમાં કેવી રીતે બહાર આવે ? તેથી તે ઝાડીની પાછળ સંતાઈ ગયા. દ્રૌપદીએ સાધુને આ સ્થિતિમાં જોઇને તેની સાડીમાંથી લંગોટ જેટલો ખૂણો ફાડી આપ્યો. સાધુ પ્રસન્ન થયા અને દ્રૌપદીને આશીર્વાદ આપ્યા.

 બીજું સદ્કાર્ય : જ્યારે શ્રી કૃષ્ણ દ્વારા સુદર્શન ચક્રથી શિશુપાલની હત્યા કરવામાં આવી હતી, ત્યારે શ્રી કૃષ્ણની આંગળી કાપી ગઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણની કપાયેલી આંગળી માંથી લોહી વહેવા લાગ્યું. ત્યારે દ્રૌપદીએ તેની સાડી ફાડી અને તેને કૃષ્ણની આંગળી પર બાંધી દીધી.

આ સદ્કાર્યના બદલામાં શ્રી કૃષ્ણે દ્રૌપદીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે એક દિવસ હું ચોક્કસ તમારી સાડીની કિંમત ચુકવીશ. આ કાર્યોને લીધે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ બચાવી હતી. જય શ્રી કૃષ્ણ…