rajkot upleta/ ઉપલેટામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતા મજૂર પરિવારમાં કોલેરા, પાંચ લોકોના મોતથી ચકચાર

આ વિસ્તારમાં 27 ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા

Top Stories Gujarat
Beginners guide to 2024 06 28T200638.959 ઉપલેટામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતા મજૂર પરિવારમાં કોલેરા, પાંચ લોકોના મોતથી ચકચાર

Upleta News :  ઉપલેટાના ગણોદ-તણસવા રોડ પર આવેલ પ્લાસ્ટિકની ફેક્ટરીમાં રહેતા અને મજૂરીકામ કરતા મજૂર પરિવારોમાં કોલેરાની ભયાનક બીમારી ફેલાઇ જતા અને પાંચ લોકોના મૃત્યુ નીપજયા હતા. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પી.કે.સિંઘ જણાવ્યું હતું કે 11 કારખાના પ્લાસ્ટિ વેસ્ટના આવેલ છે.આ વિસ્તારમાં 27 ઝાડા ઉલ્ટીના કેસ જોવા મળ્યા હતા.જામનગરમાં સારવારમાં રહેલ બાળકનું પણ મોત નીપજ્યું છે.

જ્યારે આરોગ્ય વિભાગની 37 ટિમ બનાવી દરેક ટિમમાં 2 માણસો રાખી ચેકીંગ હાથ ધરાયુ હતું.6 કારખાનામાં સિલ કરવામાં આવેલ છે.આ કારખાનામાં પીવાનું પાણી પીવા લાયક ન હતું. 2 કારખાનામાં કુવામાંથી પાણી લેવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. કુલ 6 ગામોના 25 હજાર લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.

16 જૂનથી ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા હતા .કુલ 6 ગામોના 25 હજાર લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. તે સિવાય કોલેરાના 2 કંફોર્મ કેસ સામે આવ્યા હતા. ઉપલેટા વિસ્તારમાં કુવાના બોરમાંથી પણ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો