છોટાઉદેપુર/ બોડેલીની પ્રજ્ઞાચક્ષુ દીકરીએ ધોરણ 10માં એવું કર્યું કે સૌકોઈ કરી રહ્યાં છે ગર્વ

ધોરણ 10માં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની મિસરી પીપલીયાએ મેળવ્યો પ્રથમ ક્રમાંક સમગ્ર ગુજરાતમાં મેળવી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Gujarat Others Trending
બોડેલીની પ્રજ્ઞાચક્ષુ

છોટાઉદેપુર જીલ્લાનાં બોડેલીની નજીક આવેલ ભકત ઇંગ્લિશ મિડિયમ સ્કુલમાં ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મિસરી વિજયકુમાર પીપલીયા કે જે જન્મથી દિવ્યાંગ છે પરંતુ તેની હિંમત અને અથાગ મહેનતથી અભ્યાસ કરી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેને શાળામાં 92.16% મેળવી પ્રથમ ક્રમાંક મેળવી જીલ્લા તેમજ શાળાનું નામ રોશન કર્યું છે. જેને લઈ તેના પરિવારજનો સ્નેહીજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. બોડેલીની પ્રજ્ઞાચક્ષુ ….

મિસરીને નાનપણથી જ આંખે દેખાતું ના હોવાથી  મિસરીનાં પરિવારે દેશ વિદેશમાં સારવાર માટે તપાસ કરી પરંતુ તેનો ઈલાજ ના થતા મિસરીનો પરિવાર નિરાશ થઈ ગયો પરંતુ પોતાની દીકરીને ઇંગ્લિશ મિડયમ શાળામાં અભ્યાસ કરવાની તૈયારી બતાવી અને ઇંગ્લિસ મીડિયમમાં જ ભણવાનું શરુ કર્યું અને આજે મિસરીએ એક મોટી સફળતા મેળવી છે. મિસરી સાથે અભ્યાસ કરતી ભવ્યા જાદવે ધોરણ એક થી નવ સુધી રાઇટર તરીકે પરીક્ષામાં લખી આપતા ભવ્યા જાદવે મિસરીની આ સિદ્ધિમાં મહત્વની ભૂમિકા રહી છે તેમ તેના મિસરીનાં પરિવારજનોએ જણાવ્યુ હતું.

કંઇક કરી છુટવાની મહત્વાકાંક્ષા અને પરિશ્રમથી માણસ શું ના કરી શકે તે આ પ્રજ્ઞચક્ષુ વિદ્યાર્થીની એ કરી બતાવ્યું છે. હાલ આ વિદ્યાર્થીનીને સંગીતનો શોખ છે અને હાલ તે વડોદરા ખાતે સંગીતના ક્લાસ કરે છે. આ વિદ્યાર્થીનીને જોઇ તેનો પરિવાર ગર્વની લાગણી અનુભવી રહ્યો છે. દીકરીને આંખોથી નહિ દેખાતા હોવાના કારણે તેની કાળજી લઇ શાળાએ સમયસર પહોંચાડવી, ખાવા પીવાની વ્યવસ્થા કરવી તે એક અસામાન્ય વાત હતી.  માતા ચાંદની પીપલીયા સાથે વાતચિત કરતા તેઓએ દીકરીને ધોરણ એકથી અભ્યાસ અર્થે દાખલ કરી હતી ત્યારથી અનેક સમસ્યાઓનો સામનો કરી અભ્યાસ ચાલુ રાખ્યો અને આજે ધોરણ દસની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવી લોકોને ચોંકાવી દીધા હતા. પિતા વિજય ભાઈ પીપલીયા સાથે વાતચિત કરતા તેઓ એ જણાવ્યું હતું કે, તેઓની દીકરીએ   ધો.10 ની પરીક્ષામાં શાળા માં પ્રથમ ક્રમાંક મેળવી  92.16  પરસન્ટેજ મેળવી શાળા તેમજ પરીવારનું નામ રોશન કર્યું છે. શાળામાં અભ્યાસની સાથો સાથ  મિસરી મોબાઇલમાં રેકો્ડિંગ કરી લેતી હતી અને ઘરે આવ્યા બાદ પરીક્ષાની રાત દિવસ તૈયારી કરતી હતી જેના પરિણામ સ્વરૂપે આજે તે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં શાળામાં પ્રથમ આવી છે.

આ પણ વાંચો :  અપમાન અને અફસોસ : 68માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં સતત બીજા વર્ષે પણ ગુજરાત કે ગુજરાતીઓ ક્યાંય નથી