Ahmedabad/ અમદાવાદમાં CID ક્રાઈમના દરોડા, 1.53 લાખનું ડ્રગ્સ ઝડપાયું, એકની ધરપકડ

અમદાવાદમાં CID ક્રાઈમે દરોડા પાડતા ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી. CID ક્રાઈમને મળેલ બાતમીના આધારે લાલદરવાજા બાવા લતીફની ગલીમાં દરોડા પાડ્યા.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં CID ક્રાઈમે દરોડા પાડતા ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી. CID ક્રાઈમને મળેલ બાતમીના આધારે લાલદરવાજા બાવા લતીફની ગલીમાં દરોડા પાડ્યા. આ દરોડામાં એક મકાનમાંથી 1.53 લાખનું 15.33 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું. CID ક્રાઈમે ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી. આ શખ્સનું નામ અમઝદખાન પઠાણ હોવાનું સામે આવ્યું. પોલીસના ચોપડામાં અમઝદખાન પઠાણ અનેક ગુનામાં સામેલ હોવાનું નોંધાયું છે. આ દરોડામાં અમઝદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય 1 આરોપી ફરાર થયો.

રાજ્યમાં અત્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. નવરાત્રિનો તહેવાર યુવાનો માટે વધુ ખાસ હોય છે. આ તહેવારમાં 9 દિવસ સોસાયટી, શેરીઓ અને પાર્ટીપ્લોટમાં ગરબાનું આયોજન થાય છે. રાત્રે કરાતી ગરબાની ઉજવણીમાં યુવાન મનમૂકીને ગરબા રમતા હોય છે. ત્યારે અસમાજિક તત્વો પણ તહેવારનો લાભ લઈ યુવાનોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદમાં યુવાનોને નશાના રવાડે ચડાવવા ડ્રગ્સની ઘૂસણખોરી કરાવાના અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે. જો કે તહેવાર પોલીસ વધુ સતર્ક હોવાથી અમદાવાદમાં 1.53 લાખની કિમંતના 15.33 ગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો.

પોલીસે અચાનક દરોડા પાડતા એક શખ્સની ડ્રગ્સ સાથે અટકાયત કરવામાં આવી જ્યારે અન્ય એક વ્યક્તિ ભાગવામાં સફળ રહ્યો. પોલીસ આ શખ્સની શોધખોળ કરી રહી છે. હાલમાં CID ક્રાઈમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. તહેવારની આડમાં યુવાનોને બરબાદ કરવાના પ્રયાસને પોલીસે અસફળ બનાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિના પ્રારંભે અમદાવાદ – ગાંધીનગરને રૂ. ૯૧૯ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

આ પણ વાંચો: અમદાવાદ, વડોદરા અને રાજકોટના 59 ગરબા આયોજક પાસે ફાયર NOC નથી,ઓર્ગેનાઇઝરો અસમંજસમાં

આ પણ વાંચો:  અમદાવાદમાં CGST ઈન્સ્પેક્ટર 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો