Not Set/ સિક્યુરીટી ગાર્ડના મોતના મામલે સીઆઇડીએ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીને સમન્શ પાઠવ્યું

ચક્રવર્તીની પત્ની સુપર્ણાએ તાજેતરમાં કંઠી પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાવી હતી અને પતિના મોતની તપાસની માંગ કરી હતી

Top Stories
ADJHIKARI સિક્યુરીટી ગાર્ડના મોતના મામલે સીઆઇડીએ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીને સમન્શ પાઠવ્યું

બંગાળના સીઆઈડીએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીના અંગરક્ષકના મોતની તપાસ હાથ ધરી હતી, જેમણે પશ્ચિમ બંગાળના નંદીગ્રામથી મમતા બેનર્જીને હરાવ્યા હતા. આ મામલામાં સીઆઇએ શુભેન્દુ અધિકારીને સમન્શ પાઠવ્યો છે અને હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઇડી) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે અધિકારીની સુરક્ષા હેઠળ રહેલા શુભબ્રત ચક્રવર્તીના મૃત્યુમાં તેની પત્નીની ફરિયાદના આધારે શુભેન્દુ અધિકારી સામે  તપાસ કરી રહ્યા છે    જ્યારે અધિકારી રાજ્ય સરકારમાં મંત્રી બન્યા ત્યારે ચક્રવર્તી તેમની સુરક્ષામાં સામેલ હતાં

ચક્રવર્તીએ 2018 માં પૂર્વ મેદિનીપુર જિલ્લાના કંઠીમાં પોલીસ બેરેકમાં ગોળી મારીને કથિત રીતે આત્મહત્યા કરી  હતી. ચક્રવર્તીની પત્ની સુપર્ણાએ તાજેતરમાં કંઠી પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાવી હતી અને પતિના મોતની તપાસની માંગ કરી હતી. અગાઉ પશ્ચિમ બંગાળ પોલીસ આ મામલાની તપાસ કરી રહી હતી.