Not Set/ કાશ્મીરમાં કોરોનાનો કહેર, આજથી 27 જુલાઈ સુધી પૂર્ણ લોકડાઉન

 જમ્મુ કાશ્મીરમાં કોરોના ચેપને કારણે સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. બુધવારે કાશ્મીર ખીણમાં કોરોના ચેપને કારણે વધુ ચાર મોત નોંધાયા હતા, જ્યારે 502 નવા કેસો સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસોની સંખ્યા વધીને 15,258 થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર સરકારે કોરોના ચેપનાં વધતા જતા કેસો અને મોતને ધ્યાનમાં રાખીને 27 જુલાઇ સુધીમાં સમગ્ર કાશ્મીરમાં લોકડાઉન વધારવાની […]

India
f64a7dd044fdcd6ebbaea77afa9f1266 3 કાશ્મીરમાં કોરોનાનો કહેર, આજથી 27 જુલાઈ સુધી પૂર્ણ લોકડાઉન
 જમ્મુ કાશ્મીરમાં કોરોના ચેપને કારણે સ્થિતિ વિસ્ફોટક બની રહી છે. બુધવારે કાશ્મીર ખીણમાં કોરોના ચેપને કારણે વધુ ચાર મોત નોંધાયા હતા, જ્યારે 502 નવા કેસો સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસોની સંખ્યા વધીને 15,258 થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર સરકારે કોરોના ચેપનાં વધતા જતા કેસો અને મોતને ધ્યાનમાં રાખીને 27 જુલાઇ સુધીમાં સમગ્ર કાશ્મીરમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે.

જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ બુધવારે કાશ્મીરનાં એવા વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉનની ઘોષણા કરી હતી જ્યા વધતા કોરોના કેસને કારણે રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે, બાંદીપોરાને બાદ કરતાં બુધવારથી 27 જુલાઇ સુધી, કાશ્મીર ક્ષેત્રનાં આવા તમામ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રોમાં ફક્ત કૃષિ અને બાંધકામનાં કામમાં છૂટ છે.

સરકારે આ અંગે 28 જુલાઇથી આજ સુધી જારી કરેલા આદેશમાં કોરોના રોગચાળાને કાબૂમાં લેવા આ લોકડાઉનને જરૂરી ગણાવતા તમામ સંબંધિત અધિકારીઓને તેનો કડક અમલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ લોકડાઉન ચાલુ રહેશે કે રાહત થશે તે આગળની સ્થિતિ પર નિર્ભર રહેશે. જમ્મુનાં જિલ્લા કમિશનર સુષ્મા ચૌહાણે 24 જુલાઈથી આંશિક બંધનું એલાન આપ્યું છે.

ઝડપથી વધી રહેલા કેસોને જોતા જમ્મુ જિલ્લાનાં ડીસી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ડિસ્ટ્રિક્ટ ચેરમેન સુષ્મા ચૌહાણે 24 જુલાઇથી જિલ્લામાં વીકએન્ડ લોકડાઉનનો અમલ કરવાનો હુકમ જારી કર્યો છે. સીઆરપીસીની કલમ 144 હેઠળ સત્તાનો ઉપયોગ કરવા, જિલ્લા નાયબ કમિશ્નરે તા.24 જુલાઇ, શુક્રવારે સાંજે છ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, વ્યક્તિઓની વાહનો અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ફક્ત આરોગ્યની આવશ્યકતાઓને ધ્યાનમાં રાખીને અવર-જવર કરવામાં આવશે. એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન જતા મુસાફરોને ટિકિટ બતાવીને આગળ વધવાની છૂટ આપવામાં આવશે. એ જ રીતે, રેલ્વે સ્ટેશન અને એરપોર્ટનાં સ્ટાફને તેમના ઓળખકાર્ડ બતાવવાની મંજૂરી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.