Not Set/ પૈંગોગમાં ચીને વધારી પોતાની તાકાત, કેમ્પમાં વધુ સેના અને બોટ કરી તૈનાત

  દેશમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ ચીન પોતાની પૂરી તાકાતનો ખોટો ઉપયોગ કરતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી એલએસી પર તણાવનો માહોલ છે. જેને શાંત કરવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ દરેક પ્રયત્નો કરવા છતા ચીન તેની ચાલાકીને વળગી રહ્યુ છે. તાજેતરમાં સામે આવી રહેલા સમાચાર […]

India
40af7feac1d9d038e214dd98a8a8f4f8 પૈંગોગમાં ચીને વધારી પોતાની તાકાત, કેમ્પમાં વધુ સેના અને બોટ કરી તૈનાત
40af7feac1d9d038e214dd98a8a8f4f8 પૈંગોગમાં ચીને વધારી પોતાની તાકાત, કેમ્પમાં વધુ સેના અને બોટ કરી તૈનાત 

દેશમાં એક તરફ કોરોનાવાયરસનો કહેર વધી રહ્યો છે તો બીજી તરફ ચીન પોતાની પૂરી તાકાતનો ખોટો ઉપયોગ કરતુ જોવા મળી રહ્યુ છે. છેલ્લા ઘણા સમયથી એલએસી પર તણાવનો માહોલ છે. જેને શાંત કરવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ દરેક પ્રયત્નો કરવા છતા ચીન તેની ચાલાકીને વળગી રહ્યુ છે. તાજેતરમાં સામે આવી રહેલા સમાચાર મુજબ એલએસી પર બીજી ચીની ચાલ જાહેર થઈ છે.

ડિસએંગેજમેન્ટ પછી પણ, ચીન પૈંગોંગ લેકમાં પોતાની જમાવટ વધારી રહ્યું છે. 14 જુલાઈએ વાતચીત બાદ, ચીને પૈંગોંગમાં વધારાની બોટ અને સૈનિકો ગોઠવી દીધા છે. વિવાદિત વિસ્તારમાં ચીન પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે. પૈનગોંગ લેકમાં ચીને નવા કેમ્પ બનાવવાની શરૂઆત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ કેમ્પમાં સૈન્યની વધારાની ટુકડી ગોઠવી દેવામાં આવી છે. આ સાથે, પૈંગોંગ લેકમાં વધુ બોટ ઉતારવામાં આવી રહી છે. સેટેલાઇટમાં ચીનની નવી ચાલાકી પકડાઇ છે. સેટેલાઇટની તસવીરમાં જોવા મળી રહ્યું છે કે ચીન પૈંગોંગ લેકમાં પોતાની તાકાતમાં વધારો કરી રહ્યું છે.

જ્યારે 29 જુલાઇની સેટેલાઇટ તસવીરોને જોયા બાદ જાણવા મળ્યું કે ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) નેવી ફિંગર-5 અને ફિંગર-6 માં પડાવ લગાવેલ છે. ફિંગર-5 પર પીએલએની ત્રણ બોટ અને ફિંગર-6 પર પીએલએની 10 બોટ દેખાઇ. દરેક બોટમાં 10 જવાન છે. તેનો અર્થ એ કે 130 જવાન ફિંગર-4 ની ખૂબ નજીક સ્થિત છે. વળી 15 જૂનનાં સેટેલાઇટની છબીમાં, પીએલએની 8 બોટો ફિંગર-6 માં દેખાઈ હતી, જે હવે વધીને 10 થઈ ગઈ છે. સેટેલાઇટ તસવીરમાં જ, પીએલએનો નૌકાદળનો આધાર ફિંગર-5 માં દેખાય છે, જેમા 40 કેમ્પ દેખાઇ રહ્યા છે. 29 જુલાઈની સેટેલાઇટ તસવીર બતાવે છે કે ચીની આર્મીએ તેની તાકાતમાં વધારો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.