Not Set/ દેશમાં કોરોનાનાં કહેર વચ્ચેે આંતરરાષ્ટ્રીય ઉડાન પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ

  અનલોક-3 દેશભરમાં 1 ઓગસ્ટથી શરૂ થશે. અનલોક-3 ની રજૂઆત સાથે લોકોને જાહેરમાં મળતી છૂટ પણ વધશે. જો કે, દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુરુવારે, સમગ્ર દેશમાં સૌથી વધુ 55,078 કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાવાયરસનાં કુલ કેસની સંખ્યા 16 લાખનો આંકડો પાર કરી ગઇ છે. દેશમાં ઝડપથી વધી […]

India
834e59b203fe21917695b4a84a2f1dc7 દેશમાં કોરોનાનાં કહેર વચ્ચેે આંતરરાષ્ટ્રીય ઉડાન પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ
834e59b203fe21917695b4a84a2f1dc7 દેશમાં કોરોનાનાં કહેર વચ્ચેે આંતરરાષ્ટ્રીય ઉડાન પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ 

અનલોક-3 દેશભરમાં 1 ઓગસ્ટથી શરૂ થશે. અનલોક-3 ની રજૂઆત સાથે લોકોને જાહેરમાં મળતી છૂટ પણ વધશે. જો કે, દેશમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુરુવારે, સમગ્ર દેશમાં સૌથી વધુ 55,078 કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં કોરોનાવાયરસનાં કુલ કેસની સંખ્યા 16 લાખનો આંકડો પાર કરી ગઇ છે.

દેશમાં ઝડપથી વધી રહેલા કોરોનાવાયરસનાં મામલાને ધ્યાનમાં રાખીને સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ફરી એકવાર પ્રતિબંધ વધાર્યો છે. સરકારે કોરોનાવાયરસનાં તાંડવને ધ્યાનમાં રાખીને 31 ઓગસ્ટ સુધી આંતરરાષ્ટ્રીય મુસાફરોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. નાગરિક ઉડ્ડયનનાં મહાનિર્દેશકે શુક્રવારે આ માહિતી આપી હતી.

આપને જણાવી દઈએ કે, સરકારે આ પહેલા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 15 જુલાઇ સુધી પ્રતિબંધ મૂક્યો હતો, ત્યારબાદ તેને વધારીને 31 જુલાઈ કરવામાં આવ્યો હતો અને હવે તેને 31 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે. જો કે ફસાયેલા ભારતીઓને વિદેશમાંથી પરત લાવવા વંદે ભારત મિશન ચલાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.