Not Set/ દિલ્હીમાં ઈદની ડ્યુટી પર 36 પોલીસકર્મીઓને DCP એ કર્યા સસ્પેન્ડ, જાણો કારણ

  ઈદનાં પ્રસંગે ફરજ પર ન આવેલા પોલીસકર્મીઓ સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસની મહિલા ડીસીપીએ ઈદ પર ફરજ પર ન હોય તેવા 36 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી ઉત્તર પશ્ચિમ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે રાજધાનીનાં ઉત્તર પશ્ચિમ જિલ્લાનાં ડીસીપી વિજયંતા આર્યાએ શનિવારે […]

India
ce9e18526ad6bc4f293af53e161ef70b 2 દિલ્હીમાં ઈદની ડ્યુટી પર 36 પોલીસકર્મીઓને DCP એ કર્યા સસ્પેન્ડ, જાણો કારણ
 

ઈદનાં પ્રસંગે ફરજ પર ન આવેલા પોલીસકર્મીઓ સામે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસની મહિલા ડીસીપીએ ઈદ પર ફરજ પર ન હોય તેવા 36 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ કાર્યવાહી ઉત્તર પશ્ચિમ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે રાજધાનીનાં ઉત્તર પશ્ચિમ જિલ્લાનાં ડીસીપી વિજયંતા આર્યાએ શનિવારે ઈદ-ઉલ-અઝહા નિમિત્તે ફરજ પર ન આવેલા એવા 36 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ પોલીસ કર્મચારીઓની પોસ્ટ હજી ઉપલબ્ધ નથી.

નોંધપાત્ર વાત એ છે કે, ઈદનો તહેવાર દિલ્હી સહિત દેશમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. કોરોના સમયગાળા દરમિયાન તહેવારને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં સુરક્ષાનાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે, વધુ ભીડ ન થાય તે માટે સોશિયલ ડિસ્ટેસિંગને યોગ્ય રીતે સુનિશ્ચિત કરવા માટે સ્થળે પોલીસ પણ ગોઠવવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ તેમના અભિનંદન સંદેશમાં સોશિયલ ડિસ્ટેસિંગ પર ભાર મૂક્યો હતો.

આપને જણાવી દઇએ કે, જામા મસ્જિદમાં નમાઝ દરમિયાન મિશ્ર તસવીરો જોવા મળી હતી. કોરોના સંકટમાં કેટલાક નમાજી સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક તેનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. મસ્જિદની સામે બેઠેલા લોકો અંતર રાખીને નમાઝ વાંચી રહ્યા હતા. પરંતુ પાછળ બેઠેલા લોકો ખૂબ નજીક બેસીને નમાઝ અદા કરતા જોવા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.