Not Set/ કયારેક પાક્કા મિત્રો હતા અમરસિંહ-અમિતાભ, શા માટે તેમના સંબંધોમાં પડી દરાર.?

  અમિતાભ બચ્ચન અને અમરસિંહની દોસ્તી એક સમયે ઘણી ચર્ચામાં રહી હતી..,જો કે પાછળથી કેટલાક કારણોને લીધે બંનેના સંબંધો ઘણા બગડી ગયા હતા.,કેવી રીતે થઇ હતી અમિતાભ અને અમરસિંહની દોસ્તી અને કેવી રીતે બગડી વાત.? તો ચાલો અમે તમને જણાવીએ કે અમિતાભ અને અમરસીંહની દોસ્તી કેવી રીતે થઇ..? અને શું કારણો રહયા કે બંનેની દોસ્તી […]

India
5567731a8305681c32bec9daeb1c1611 1 કયારેક પાક્કા મિત્રો હતા અમરસિંહ-અમિતાભ, શા માટે તેમના સંબંધોમાં પડી દરાર.?
 

અમિતાભ બચ્ચન અને અમરસિંહની દોસ્તી એક સમયે ઘણી ચર્ચામાં રહી હતી..,જો કે પાછળથી કેટલાક કારણોને લીધે બંનેના સંબંધો ઘણા બગડી ગયા હતા.,કેવી રીતે થઇ હતી અમિતાભ અને અમરસિંહની દોસ્તી અને કેવી રીતે બગડી વાત.? તો ચાલો અમે તમને જણાવીએ કે અમિતાભ અને અમરસીંહની દોસ્તી કેવી રીતે થઇ..? અને શું કારણો રહયા કે બંનેની દોસ્તી તૂટી ગઇ..?
વાત ૯૦ના દાયકાની છે..જયારે અમિતાભ તેમની કારકીર્દીના ખરાબ સમયમાંથી પસાર થઇ રહયા હતા..,તેમની કંપની ABCLએ દેવાળું ફૂકી દીધુ હતું..,અને ત્યારે અમરસિંહ અમિતાભ માટે દેવદૂત બનીને આવ્યા હતા.,

અમિતાભ વિશે અમરસિંહ જાતે કહી ચુકયા છે કે.,જયારે મોટા કોર્પોરેટ હાઉસ પણ અમિતાભની મદદ કરવા તૈયાર ન હતા..તયારે તેમણે અમિભાતને ડૂબતા બચાવ્યા હતા..,સવે સવાલ એ ઉભો થાય છે કે.,એક દિગ્ગજ અભિનેતા અને એક રાજનેતાની દોસ્તી કેવી રીતે થઇ..?તમને જણાવી દઇએ કે.,સહારા ગ્રુપના માલિક સુબ્રત રાય સાથે અમરસિંહે જ અમિતાભની દોસ્તી કરાવી હતી..,

બંને વચ્ચે સંબંધો બગડાનું ત્યારે શરૂ થયું જયારે ૨૦૧૦માં સમાજવાદી પાર્ટીની સાથે બગાવતમાં બચ્ચન પરિવાર અમરસિંહની સાથે ઉભો ન રહયો..,અમરેને આશા હતી કે.,તેમની સાથે જયા બચ્ચા પણ સમાજવાદી પાર્ટીને છોડશે.,પણ તેવુ થયુ નહી..,પણ ઉપરથી જયાએ અમરસિંહ પર નિશાન સાધ્યું..,ત્યારપછી મોટેભાગે અમિતાભ અને જયા અમરસિંહના નિશાને રહેવા લાગ્યા..,

અમરસીંહે ન માત્ર જયા બભ્ભન અને ઐશ્વર્યારાય બચ્ચન સાથે સંબંધોને લઇને બચ્ચન પરિવાર પર નિશાન તાક્યું.,પણ તેમણે એક વિડીયો જાહેર કરીને એક વખતે જયા બચ્ચનને તેમણે સંસદમાં આપેલા એક નિવેદનને ટ્વીટર પર મુકીને ઘેર્યા હતા..,અને બચ્ચન પરિવાર દ્વારા કરવામાં આવેલી ફિલ્મો માટે તેમને ખરીખોટી સંભળાવી હતી..,

તમને જણાવી દઇએ કે.,એક સમયે જયારે અમિતાભ બચ્ચન દેવાદાર થઇ ગયા હતા.,ત્યારે માત્ર અમરસિંહ જ એક એવા વ્યક્તિ હતા જેમણે અમિતાભને ખસ્તા હાલતમાંથી બહાર આવવામાં ભરપૂર મદદ કરી હતી..,પણ સમય જતાં વિવાદ વધતાં એક અભિનેતા અને એક રાજનેતાના સંબંધો વણસી ગયા હતા..,જો કે હમણાં થોડા સમય પહેલાં એક વિડીયો જાહેર કરીને અમરસિંહે અમિતાભ બચ્ચન પરિવારની માફી પણ માંગી હતી..,

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.