Not Set/ #CoronaUpdateGujarat/  રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 63000ને પાર, નોધાયાં 1101 નવા કેસ…

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો નજર આવી રહયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત અધધ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવે તો કોરોના કેસ 1100 ને વટાવી રહ્યા છે. જે ખરેખર જનતા અને તંત્ર માટે ચિંતાજનક છે. રાજ્યમાં સતત કોરોના કેસના વધતાં આંકડા રાજય સરકાર માટે ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો […]

India
83031f3566dbfa02353ef8a822088d53 #CoronaUpdateGujarat/  રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 63000ને પાર, નોધાયાં 1101 નવા કેસ…
83031f3566dbfa02353ef8a822088d53 #CoronaUpdateGujarat/  રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 63000ને પાર, નોધાયાં 1101 નવા કેસ… 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસ સતત બેકાબૂ બનતો નજર આવી રહયો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત અધધ વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હવે તો કોરોના કેસ 1100 ને વટાવી રહ્યા છે. જે ખરેખર જનતા અને તંત્ર માટે ચિંતાજનક છે.

રાજ્યમાં સતત કોરોના કેસના વધતાં આંકડા રાજય સરકાર માટે ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. આવતો દરેક દિવસ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધારી રહ્યું છે. સાથે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1101 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યા છે. જે સાથે ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 63,675 ઉપર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22  લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 2487 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

df091629223f902a292e34af5d1736a8 #CoronaUpdateGujarat/  રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 63000ને પાર, નોધાયાં 1101 નવા કેસ…

રાજ્યમા આજે ડિસ્ચાર્જ 805  દર્દીઓને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 46,587 ઉપર પહોચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14601 છે. નોધનીય છે કે, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.

ac699766a2115a2a8f211fd00b7dfcdb #CoronaUpdateGujarat/  રાજ્યમાં કોરોના સંક્રમિતોનો આંક 63000ને પાર, નોધાયાં 1101 નવા કેસ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.