Not Set/ J&K/ દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021 સુધીમાં થઇ જશે તૈયાર, એફિલ ટાવરથી પણ વધારે છે ઉંચાઇ

જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી ઉપરનો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. અધિકારીઓનાં જણાવ્યાં મુજબ, 2022 સુધી આ પુલ કાશ્મીર ખીણને સીધા રેલ્વે દ્વારા દેશનાં બાકીનાં ભાગો સાથે જોડશે. આપને જણાવી દઇએ કે, છેલ્લા એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસનાં કામો ખૂબ ઝડપથી વધી ગયા છે. કારણ એ છે કે અહી ઘણા અવરોધો દૂર […]

India
e1d64fab5acf0b1f09614e7cd40090aa 1 J&K/ દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021 સુધીમાં થઇ જશે તૈયાર, એફિલ ટાવરથી પણ વધારે છે ઉંચાઇ

જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી ઉપરનો વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે. અધિકારીઓનાં જણાવ્યાં મુજબ, 2022 સુધી આ પુલ કાશ્મીર ખીણને સીધા રેલ્વે દ્વારા દેશનાં બાકીનાં ભાગો સાથે જોડશે.

219badca1ad1d81f19e3a5388e247032 1 J&K/ દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021 સુધીમાં થઇ જશે તૈયાર, એફિલ ટાવરથી પણ વધારે છે ઉંચાઇ

આપને જણાવી દઇએ કે, છેલ્લા એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસનાં કામો ખૂબ ઝડપથી વધી ગયા છે. કારણ એ છે કે અહી ઘણા અવરોધો દૂર થઈ ગયા છે અને કેન્દ્ર સરકાર સીધા જ તમામ વિકાસ પ્રોજેક્ટ્સ પર નજર રાખી રહી છે. રાજ્યનાં લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ પુલ જમ્મુ-કાશ્મીરનાં રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનાવવામાં આવે, કારણ કે તેના બનતા જ દરેક સિઝનમાં કાશ્મીર ખીણ સુધી પહોંચવાનો માર્ગ મળી જશે.

d06bbfd1bac34f907a3047df3c979d87 1 J&K/ દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021 સુધીમાં થઇ જશે તૈયાર, એફિલ ટાવરથી પણ વધારે છે ઉંચાઇ

જમ્મુ-કાશ્મીરનાં રિયાસી જિલ્લામાં બનાવવામાં આવી રહેલા આ રેલ્વે બ્રિજનું સેન્ટ્રલ સ્પૈન 467 મીટર છે અને તે ચિનાબ નદીની સપાટીથી 359 મીટરની ઉંચાઇએ બનાવવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કુતુબ મીનારની ઉંચાઇ માત્ર 72 મીટર છે અને પેરિસનાં પ્રખ્યાત એફિલ ટાવરની ઉંચાઇ 324 મીટર છે. એટલે કે, આ રેલ્વે બ્રિજ વિશ્વ વિખ્યાત એફિલ ટાવરથી 35 મીટર ઉંચો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે તે વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ છે અને તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે 266 કિ.મી પ્રતિ કલાકની પવનની ગતિ સરળતાથી સહન કરી શકે.અધિકારીએ એ પણ માહિતી આપી હતી કે છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારનાં અધિકારીઓની સીધી દેખરેખને કારણે આ પુલનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી આગળ વધ્યું છે.

dc4739bf3fd7475fe7a4f913fe499f2a 1 J&K/ દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ 2021 સુધીમાં થઇ જશે તૈયાર, એફિલ ટાવરથી પણ વધારે છે ઉંચાઇ

અધિકારીઓના મતે, યોજના હેઠળ ડિસેમ્બર 2022 સુધીમાં કાશ્મીર, રેલ નેટવર્ક દ્વારા દેશનાં બાકીનાં ભાગો સાથે સંપૂર્ણ રીતે જોડાઈ જશે. નોંધપાત્ર વાત એ છે કે ઉધમપુર-કટરા (25 કિ.મી.), બનિહાલ-કાઝીગુંડ (18 કિ.મી.) અને કાઝીગુંડ-બારામુલ્લા (118 કિ.મી.) સેક્શન શરૂ થઈ ચુક્યાં છે. હમણા છેલ્લા ભાગમાં કટરા-બનિહલ (111 કિ.મી.) પર કામ ચાલી રહ્યું છે. આ વિભાગ ડિસેમ્બર 2022 સુધીમાં ચાલુ કરવાની તૈયારી છે. આ સેક્શનમાં 174 કિલોમીટરની ટનલ છે, જેમાંથી 126 કિમી પૂર્ણ થઈ ચૂકી છે. જણાવી દઇએ કે, છેલ્લા એક વર્ષમાં, 7 નવેમ્બર, 2015 નાં રોજ જાહેર કરાયેલા વડા પ્રધાન વિકાસ પેકેજ હેઠળ, 80,068 કરોડ રૂપિયા હેઠળ, ઘણી યોજનાઓની કામગીરીની ગતિ ખૂબ ઝડપથી વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.