Not Set/ રક્ષાબંધન પર લતા મંગેશકરે PM મોદીને મોકલ્યો ખાસ વીડિયો સંદેશ, માગ્યું આ વચન

  રક્ષાબંધન પ્રસંગે દિગ્ગજ ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરે પીએમ મોદીને તેમના ભાઈ કહેતા એક અદભૂત વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં લતા મંગેશકરે જણાવ્યું હતું કે, તે આ વર્ષે પીએમ મોદીને રાખી કેમ નથી મોકલી શક્યા. તેમણે પીએમ મોદી પાસેથી વચન માંગ્યું છે. પીએમ મોદીએ લતા મંગેશકરની આ પોસ્ટનો પણ જવાબ આપ્યો છે, જેમાં […]

India
adf18830f22d2b4ea367f7b56f6c1657 1 રક્ષાબંધન પર લતા મંગેશકરે PM મોદીને મોકલ્યો ખાસ વીડિયો સંદેશ, માગ્યું આ વચન
 

રક્ષાબંધન પ્રસંગે દિગ્ગજ ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકરે પીએમ મોદીને તેમના ભાઈ કહેતા એક અદભૂત વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં લતા મંગેશકરે જણાવ્યું હતું કે, તે આ વર્ષે પીએમ મોદીને રાખી કેમ નથી મોકલી શક્યા. તેમણે પીએમ મોદી પાસેથી વચન માંગ્યું છે. પીએમ મોદીએ લતા મંગેશકરની આ પોસ્ટનો પણ જવાબ આપ્યો છે, જેમાં તેમણે લતાજીનાં લાંબા જીવન માટે પ્રાર્થના પણ કરી છે.

લતા મંગેશકરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘નમસ્કાર આદરણીય વડા પ્રધાન નરેન્દ્રભાઇ, તમારા માટે મારી આ રાખડી. વીડિયોમાં લતા મંગેશકરે કહ્યું, ‘નરેન્દ્રભાઇ, આજે હું રાખીનાં શુભ પ્રસંગે તમને સલામ કરું છું. હું આજે રાખી મોકલી શકતી નથી અને તેનું કારણ આખી દુનિયા જાણે છે. નરેન્દ્રભાઇ ભાઈ, તમે આપણા દેશ માટે ઘણું કામ કર્યું છે અને એટલી જ સારી વાતો કહી છે કે દેશવાસીઓ ક્યારેય ભૂલી શકે નહીં.‘ વીડિયોમાં લતા મંગેશકર વધુમાં કહે છે કે, આજે ભારતની લાખો કરોડો મહિલાઓ તમારી તરફ રાખડી માટે તેમનો હાથ આગળ કર્યો છે. પરંતુ રાખડી બાંધવી મુશ્કેલ છે. પણ તમે સમજી શકો છો. પરંતુ જો શક્ય હોય તો, રાખડીનાં દિવસે અમને વચન આપો કે તમે ભારતને વધુ ઉંચાઇએ લઈ જશો… નમસ્કાર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતાજીનાં આ વીડિયો સંદેશને ટ્વીટ કરીને જવાબ આપ્યો છે.