Not Set/ રક્ષાબંધન પર અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી, આ મોલને કર્યો સીલ

  ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ બેકાબુ બન્યો છે. ત્યારે આજરોજ ભાઇબહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે અમદવાદ મનપા દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવીછે. રક્ષા બંધનની ઉજવણી માટે અમદાવાદ ના વસ્ત્રાપુર ખાતે આવેલા આલ્ફા મોલ ખાતે 500 લોકોનું ટોળું એકત્ર થયું હતું. અને મોટાભાગના માસ્ક વિના જ નજરે ચઢ્યા હતા. જેને લઈને મનપા દ્વારા મોલ […]

Ahmedabad Gujarat
5ce7f486adb935d4f8c47275541a97a3 રક્ષાબંધન પર અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી, આ મોલને કર્યો સીલ
5ce7f486adb935d4f8c47275541a97a3 રક્ષાબંધન પર અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી, આ મોલને કર્યો સીલ 

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ બેકાબુ બન્યો છે. ત્યારે આજરોજ ભાઇબહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે અમદવાદ મનપા દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવીછે. રક્ષા બંધનની ઉજવણી માટે અમદાવાદ ના વસ્ત્રાપુર ખાતે આવેલા આલ્ફા મોલ ખાતે 500 લોકોનું ટોળું એકત્ર થયું હતું. અને મોટાભાગના માસ્ક વિના જ નજરે ચઢ્યા હતા. જેને લઈને મનપા દ્વારા મોલ સીલ કરવામાં આવ્યો છે.

AMC 3 960x640 1 રક્ષાબંધન પર અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી, આ મોલને કર્યો સીલ

ગુજરાત ખાતે કોરોનાનું એપી સેન્ટર એવા અમદાવાદમાં અનલૉક દરમિયાન બજાર સહિતના મોટા મોલ જાહેર જનતા માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે ખુલ્લા રાખવાની મંજૂરી અપાઇ હતી. ત્યારે હવે અનલૉક-3માં લોકો વધુ બેદરકાર બનતા જણાઇ રહ્યા છે. રક્ષાબંધન પર્વને લઇને અમદાવાદના આલ્ફા વન મોલમાં 500થી વધુ લોકો એકઠા થયા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. મોલમાં અનેક લોકો માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતા. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.