Not Set/ રામમંદિર/ ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા જાહેર, રામલલ્લાનું ચિત્ર પ્રથમ પાના પર મુકવામાં આવ્યું

  જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે રામ મંદિરની અયોધ્યા ખાતે ભૂમિ પૂજનની હવે ઘડીઓ ગણી રહી છે. ભારત સહીત આખું વિશ્વની નજરો અત્યારે કોરોના કાળમાં અયોધ્યામાં ચાલી રહેલી તૈયારીઓ ઉપર મંડરાયેલી છે. આગામી પાંચના એટલે કે બુધવારના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિર ભૂમિપૂજનની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને તેમાં તેના આમંત્રણ કાર્ડ પણ મોકલાઈ […]

India
1ca426076ebbe16d5a1fcd76d080410d રામમંદિર/ ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા જાહેર, રામલલ્લાનું ચિત્ર પ્રથમ પાના પર મુકવામાં આવ્યું
1ca426076ebbe16d5a1fcd76d080410d રામમંદિર/ ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા જાહેર, રામલલ્લાનું ચિત્ર પ્રથમ પાના પર મુકવામાં આવ્યું 

જેની વર્ષોથી રાહ જોવાતી હતી તે રામ મંદિરની અયોધ્યા ખાતે ભૂમિ પૂજનની હવે ઘડીઓ ગણી રહી છે. ભારત સહીત આખું વિશ્વની નજરો અત્યારે કોરોના કાળમાં અયોધ્યામાં ચાલી રહેલી તૈયારીઓ ઉપર મંડરાયેલી છે. આગામી પાંચના એટલે કે બુધવારના રોજ અયોધ્યામાં ભવ્ય રામમંદિર ભૂમિપૂજનની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને તેમાં તેના આમંત્રણ કાર્ડ પણ મોકલાઈ ગયા છે. ટોચના સુત્રોના જણાવ્યા મુજબ ફક્ત પાંચ લોકો સ્ટેજ પર હશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આરએસએસના વડા મોહન ભાગવત, ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ તથા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટના વડા મહંત નૃત્યગોપાલદાસને સ્ટેજ પર બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

c5f892aca6b04df56a85d316c2bf507a રામમંદિર/ ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા જાહેર, રામલલ્લાનું ચિત્ર પ્રથમ પાના પર મુકવામાં આવ્યું

જેમાં વડાપ્રધાનના હસ્તે ભૂમિપૂજન થશે. આ અંગે ભૂમિપૂજન પત્રિકામાં રામલલ્લાનું ચિત્ર પ્રથમ પાના પર મુકવામાં આવ્યું છે. આ આમંત્રણ પત્રિકા ફક્ત 150 લોકોને જ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 40 કિલોની ચાંદીની એક વિશાળ ઇંટ પ્રતિકાત્મક રીતે રામમંદિરના ભૂમિપૂજન માટે મૂકશે અને તેની સાથે જ 16મી સદીની બાબરી મસ્જીદના સ્થાને એક ભવ્ય રામમંદિરના નિર્માણની પ્રક્રિયા શરુ થશે.

રામમંદિર ભૂમિપૂજનમાં પાંચ લોકો મંચ પર હશે : આમંત્રણ પત્રિકા જાહેર

આ ભૂમિપૂજનમાં ભાજપના ત્રણ રાષ્ટ્રીય નેતાઓ એલ.કે.અડવાણી, મુરલીમનોહર જોશી અને ઉમા ભારતી હાજર રહેશે કે કેમ તે પ્રશ્ન છે. અડવાણી અને જોશીને કાર્ડ મોકલવા ઉપરાંત ફોનથી આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે ઉમા ભારતીએ જાહેર કર્યું છે કે, વડાપ્રધાન અને અન્ય લોકોની સલામતી માટે તે ભૂમિપૂજનમાં હાજર નહીં રહે પરંતુ ત્યારબાદ ભૂમિપૂજન સ્થાનની મુલાકાત લેશે અને રામલલ્લાના દર્શન કરશે. અડવાણી અને મુરલી મનોહર જોશી ઉંમરના કારણે કોરોના પ્રોટોકોલ મુજબ હાજર રહેશે કે કેમ તે અંગે પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.