Amarnath Yatra Security/ અમરનાથ યાત્રા પર ડ્રોન રાખશે નજર, 12 હજાર જવાન સુરક્ષા માટે તૈનાત

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ શુક્રવારે બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી, આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે અર્ધલશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના સેંકડો જવાનો ડ્રોન કેમેરાની મદદથી અમરનાથ યાત્રાની સુરક્ષા કરશે

Top Stories India
10 3 3 અમરનાથ યાત્રા પર ડ્રોન રાખશે નજર, 12 હજાર જવાન સુરક્ષા માટે તૈનાત

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ શુક્રવારે બે વર્ષ બાદ શરૂ થનારી અમરનાથ યાત્રાની સુરક્ષા સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછા 12,000 અર્ધલશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસના સેંકડો જવાનો ડ્રોન કેમેરાની મદદથી અમરનાથ યાત્રાની સુરક્ષા કરશે.

અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે. કોરોના વાયરસના ચેપને કારણે આ યાત્રા વર્ષ 2021 અને 2020માં થઈ શકી નથી. જયારે વર્ષ 2019 માં, બંધારણની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓને નાબૂદ કરતા પહેલા, આ યાત્રા નિર્ધારિત સમય કરતા વહેલા સમાપ્ત થઈ ગઈ હતી.

અધિકારીઓએ જણાવ્યું કે ગૃહ સચિવે અર્ધલશ્કરી દળો અને જમ્મુ અને કાશ્મીર પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રા માટે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે પહેલગામ અને બાલટાલ યાત્રાના રૂટ પર જમ્મુ અને કાશ્મીર પોલીસ ઉપરાંત અર્ધલશ્કરી દળોના 10,000 જવાનોને તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ યાત્રામાં ત્રણ લાખ શ્રદ્ધાળુઓ ભાગ લે તેવી શક્યતા છે. નોંધનીય છે કે, અમરનાથ યાત્રા 11 ઓગસ્ટે સમાપ્ત થશે.