Not Set/ શું તમે જાણો છો કે, 1528થી 1949 દરમિયાન હિન્દુસમાજ રામજન્મભૂમી માટે 76 જેટલાં યુદ્ધો કર્યા છે…

રામનગરી અયોધ્યાનો ઇતિહાસ ઘણો જૂનો અને સંઘર્ષમય છે. રામ જન્મભૂમિને પોતાના કબજામાં લેવા માટે હિન્દુ સમાજ 1528થી સતત સંઘર્ષ કરતો આવ્યો છે. 1528થી 1949 દરમિયાન આ સ્થળને પ્રાપ્ત કરવા માટે હિન્દુસમાજ દ્વારા 76 જેટલાં યુદ્ધ કરવામાં આવ્યાં છે. પણ છેક હવે 2020માં અયોધ્યામાં વિશાળ રામમંદિરનું નિર્માણકાર્ય શરૂ થઇ રહયુ છે.  અયોધ્યાની ગૌરવગાથા ખૂબ જ પુરાણી છે. […]

India Uncategorized
180f4443d7682521736127863633cbc7 1 શું તમે જાણો છો કે, 1528થી 1949 દરમિયાન હિન્દુસમાજ રામજન્મભૂમી માટે 76 જેટલાં યુદ્ધો કર્યા છે...

રામનગરી અયોધ્યાનો ઇતિહાસ ઘણો જૂનો અને સંઘર્ષમય છે. રામ જન્મભૂમિને પોતાના કબજામાં લેવા માટે હિન્દુ સમાજ 1528થી સતત સંઘર્ષ કરતો આવ્યો છે. 1528થી 1949 દરમિયાન આ સ્થળને પ્રાપ્ત કરવા માટે હિન્દુસમાજ દ્વારા 76 જેટલાં યુદ્ધ કરવામાં આવ્યાં છે. પણ છેક હવે 2020માં અયોધ્યામાં વિશાળ રામમંદિરનું નિર્માણકાર્ય શરૂ થઇ રહયુ છે. 

અયોધ્યાની ગૌરવગાથા ખૂબ જ પુરાણી છે. તેનો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે. વર્ષોથી આ નગર સૂર્યવંશના પ્રતાપી રાજાઓની રાજધાની રહ્યું છે. સૂર્યવંશ મહારાજા સગર, ભગીરથ તથા સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્રની ગૌરવશાળી પરંપરા ઇતિહાસમાં અમર છે. અને આ જ મહાન પરંપરામાં જન્મ થયો છે ભગવાન શ્રીરામનો. પાંચ જૈન તીર્થંકરોની જન્મભૂમિ પણ અયોધ્યા છે. ગૌતમબુદ્ધની તપસ્થલી પણ અયોધ્યા છે. દત્તધાવન કુંડ અયોધ્યાની ધરોહર છે. ગુરુ નાનકે અહીં આવી શ્રીરામનું દર્શન પુણ્યસ્મરણ કર્યું છે. અહીં બ્રકુંડ ગુરુદ્વારા આવેલા છે. 

ભગવાન શ્રીરામની જન્મભૂમિ હોવાથી તે પવિત્ર એવી સપ્તપુરીઓમાંની એક મનાય છે. અહીંની સરયૂ નદી પરના પ્રાચીન ઘાટો સદીઓથી ભગવાન શ્રીરામનું પુણ્યસ્મરણ કરતા આવ્યા છે. માટે જ શ્રી રામજન્મભૂમિ હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે. 

વિશ્વ પ્રસિદ્ધ મ્યુઝિયમ સ્વિટર્સબર્ગ એટલસમાં વૈદિકકાલીન, મહાભારતકાલીન 8મીથી 12, 16 અને 17મી સદી સુધીના ભારતના જે નકશા સંગ્રહાયેલા છે. તેમાં પણ અયોધ્યાનો એક ધાર્મિક નગરી તરીકેનો ઉલ્લેખ છે. દેશના તમામ સંપ્રદાયો માને છે કે, વાલ્મીકિ રામાયણમાં જે અયોધ્યાનું વર્ણન છે તે આ જ અયોધ્યા છે. ભૂતકાળમાં અયોધ્યામાં રામજન્મભૂમિ પર એક વિશાળ રામમંદિર હતું, પરંતુ મધ્યયુગમાં ઇસ્લામિક કટ્ટરવાદી આક્રમણખોર બાબરે અહીં આક્રમણ કરી મંદિરને ધ્વંશ કર્યું હતું. બાબરના જ કહેવાથી તેના સેનાપતિ મીરબાકીએ સદીઓ જૂના, આ મંદિરને સ્થાને મસ્જિદ જેવી એક ઇમારતનું નિર્માણ કર્યું હતું. 

1528માં આચરવામાં આવેલા કૃત્ય હિન્દુસમાજના માથે સદાસદાને માટે કલંક બની ચોંટી ગયું. રામમંદિરનું નિર્માણ હિન્દુસમાજમાં આસ્થા ટકાવી રાખવા. તેમજ ભાવિ પેઢીને પ્રેરણા પૂરી પાડવા માટે અતિ મહત્ત્વનું છે. રામ જન્મભૂમિને પોતાના કબજામાં લેવા માટે હિન્દુ સમાજ 1528થી સતત સંઘર્ષ કરતો આવ્યો છે. ઈ. સ. 1528થી 1949 દરમિયાન આ સ્થળને પ્રાપ્ત કરવા માટે. હિન્દુસમાજ દ્વારા 76 જેટલાં યુદ્ધ કરવામાં આવ્યાં છે. આ સંઘર્ષમાં ભલે હિન્દુસમાજને ધારી સફળતા નથી મળી. તેમ છતાં આટલા લાંબા સમયગાળા દરમિયાન હિન્દુસમાજે ક્યારેય હિંમત પણ હારી નથી. અને આક્રમણકારીઓને ક્યારેય ચેનથી બેસવા દીધા નથી. હિન્દુસમાજ તેની પ્રત્યેક લડાઈ બાદ રામજન્મભૂમિ પર. કબજો મેળવવાની દિશામાં એક ડગલું આગળ વધ્યો છે. 

અને એમાં પણ 1934નો સંઘર્ષ જગજાહેર છે. અત્યાર સુધી થયેલા તમામ સંઘર્ષોમાં લાખો રામભક્તોએ. પોતાના સર્વસ્વની આહુતિ આપી દીધી છે. 6 ડિસેમ્બર, 1992ના રોજ આ સંઘર્ષ તેના અંતિમ ચરણમાં ત્યારે પહોંચ્યો. જ્યારે દેશભરમાંથી આવેલા લાખો સ્વયંસેવકોએ ગુલામીના પ્રતીક સમાન. ત્રણ ગુંબજવાળી મસ્જિદ સમાન લાગતી એ ઇમારતને જમીનદોસ્ત કરી દીધી. અને તે રીતે અયોધ્યામાં રામમંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews