Not Set/ જાણી લો રામ મંદિર નિર્માણ અને કારસેવાનો શું છે નાતો, ક્યારે થઇ હતી કારસેવા શરુ…

1990થી મંદિરના નિર્માણ માટે કારસેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. અને તે વખતે જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે,અયોધ્યામાં ચકલું પણ ફરકી નહી શકે. અયોધ્યા જતી તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી અને 22 ઑક્ટોબર સુધીમાં તો સમગ્ર અયોધ્યા જાણે કે સૈનિક છાવણીમાં ફેરવાઈ ગયું. 24 મે, 1990ના રોજ હરિદ્વારમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. જેમાં સંતસમાજ દ્વારા […]

India Uncategorized
0bbf7504122c1247e9bc675ca133dc58 1 જાણી લો રામ મંદિર નિર્માણ અને કારસેવાનો શું છે નાતો, ક્યારે થઇ હતી કારસેવા શરુ...

1990થી મંદિરના નિર્માણ માટે કારસેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. અને તે વખતે જ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે,અયોધ્યામાં ચકલું પણ ફરકી નહી શકે. અયોધ્યા જતી તમામ ટ્રેનો રદ કરી દેવામાં આવી અને 22 ઑક્ટોબર સુધીમાં તો સમગ્ર અયોધ્યા જાણે કે સૈનિક છાવણીમાં ફેરવાઈ ગયું.

24 મે, 1990ના રોજ હરિદ્વારમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું. જેમાં સંતસમાજ દ્વારા ઘોષણા કરવામાં આવી કે, દેવોત્થાન એકાદશી એટલે કે, 30 ઑક્ટોબર, 1990 ના દિવસથી મંદિર નિર્માણના હેતુસર કારસેવાનો પ્રારંભ કરવામાં આવશે. આ સંદેશ ગામે-ગામ સુધી પહોંચાડવા 1 સપ્ટેમ્બર, 1990માં, અયોધ્યામાં અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવવામાં આવી અને તેને ‘રામજ્યોતિ’ એવું નામ આપવામાં આવ્યું. 

What Led To The Demolition Of Babri Masjid

19 ઑક્ટોબર, 1990ની દિવાળીના દિવસ સુધી આ જ્યોતિને ભારતના પ્રત્યેક ગામડામાં પહોંચાડી દેવામાં આવી. તે વખતના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા ઘોષણા કરવામાં આવી કે અયોધ્યામાં ચકલું પણ ફરકી નહિ શકે. તેમણે અયોધ્યા સુધી પહોંચતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા. અયોધ્યા જતી તમામ રેલગાડીઓ રદ કરી દીધી. અને 22 ઑક્ટોબર સુધીમાં તો સમગ્ર અયોધ્યા જાણે કે સૈનિક છાવણીમાં ફેરવાઈ ગયું. 

ફૈજાબાદ જિલ્લાની સીમા વટાવ્યા બાદ શ્રી રામજન્મ સ્થળે પહોંચતાં પોલીસ સુરક્ષાના સાત ઘેરા પાર કરવા પડતા હતાં. છતાં પણ શ્રીરામ સેવકોએ મસ્જિદના ગુંબજ પર ચઢી શ્રીરામના નામનો ઝંડો લગાવી દીધો, જેના પ્રત્યાઘાત‚રૂપે મુલાયમ સરકાર દ્વારા 2 નવેમ્બર, 1990ના રોજ ભયંકર નરસંહાર આચરવામાં આવ્યો. કલકતા નિવાસી બે સગા ભાઈઓમાંથી એકને મકાનમાંથી ઢસડી લાવી જેહારમાં ગોળીએ દેવામાં આવ્યો. જેના બચાવમાં નાનો ભાઈ આવ્યો તેને પણ ગોળીએ દેવાયો. આ હત્યાકાંડમાં કેટલા લોકોએ જીવ ખોયા તેનો કોઈ જ આંકડો નથી. 

Ayodhya firing incident - Wikipedia
સરકારના આ પગલા સામે દેશભરના લોકોમાં રોષ વ્યાપી ગયો. છતાં રામભક્તો દર્શન કર્યા વગર પરત ન ફર્યા તે ન જ ફર્યા. આમ દિવસો સુધી સતત સત્યાગ્રહ ચાલતો રહ્યો. કારસેવકોનાં અસ્થિઓનું દેશભરમાં પૂજન કરવામાં આવ્યું. અને 14 જાન્યુઆરી, 1991ના રોજ એ અસ્થિઓને માઘ મેળાના અવસર પર પ્રયાગરાજમાં પ્રવાહિત કરી દેવામાં આવ્યાં. 
કારસેવકોના આ બલિદાનથી દેશભરના હિન્દુઓમાં મંદિરનિર્માણનો સંકલ્પ ઔર મજબૂત બન્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews