Not Set/ આમ નથી બની રહ્યું રામ મંદિર આજે, આ તવારીખો પણ છે મંદિર નિર્માણનાં પાયાનાં પથ્થરો…

૯ જુલાઇ ૧૯૯૨થી સતત ૬૦ દિવસ સુધી અયોધ્યામાં સુર્યદેવના અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો અને ૩૦ ઓક્ટોમ્બર ૧૯૯૨ના રોજ રાજધાની દિલ્હીમાં દેશભરના સંતો દ્વારા પાંચમી ધર્મસભાનું આયોજન કરી ઘોષણા કરવામાં આવી કે, ૬ ડિસેમ્બર ૧૯૯૨થી અયોધ્યામાં કારસેવાનો ફરીથી પ્રારંભ કરવામાં આવશે. ઇતિહાસ સાક્ષી છે કે,૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશની સાથે ગુંબજની વચ્ચે શ્રીરામને સ્થાપિત કર્યા અને ત્યાંજ શરૂ […]

Uncategorized
ac742774547f83310ce11c271880339a 1 આમ નથી બની રહ્યું રામ મંદિર આજે, આ તવારીખો પણ છે મંદિર નિર્માણનાં પાયાનાં પથ્થરો...

૯ જુલાઇ ૧૯૯૨થી સતત ૬૦ દિવસ સુધી અયોધ્યામાં સુર્યદેવના અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો અને ૩૦ ઓક્ટોમ્બર ૧૯૯૨ના રોજ રાજધાની દિલ્હીમાં દેશભરના સંતો દ્વારા પાંચમી ધર્મસભાનું આયોજન કરી ઘોષણા કરવામાં આવી કે, ૬ ડિસેમ્બર ૧૯૯૨થી અયોધ્યામાં કારસેવાનો ફરીથી પ્રારંભ કરવામાં આવશે. ઇતિહાસ સાક્ષી છે કે,૬ ડિસેમ્બરે બાબરી ધ્વંશની સાથે ગુંબજની વચ્ચે શ્રીરામને સ્થાપિત કર્યા અને ત્યાંજ શરૂ થઇ પૂજાઅર્ચના.. 

4થી એપ્રિલ, 1991ના દિવસે દિલ્હી સ્થિત બોટ ક્લબ ખાતે વિશાળ ધર્મ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી 25 લાખ જેટલા રામભક્તોએ ભાગ લીધો હતો. તેના કારણે આ રેલી ભારતીય ઇતિહાસમાં સૌથી વિશાળ મહારેલીનું બિરુદ પામી, આ રેલીની વિશાળતા જોઈને સરકારે બોટ ક્લબ પર રેલીઓનું આયોજન કરવા પર પ્રતિબંધ મુકી દીધો. એક બાજુ બોટ ક્લબની એ ધર્મ રેલીઓમાં દેશનો સંત સમાજ ગર્જના કરી રહ્યો હતો. તે દરમિયાન સમાચાર આવ્યા કે યુ.પી.ના મુખ્યમંત્રી કલ્યાણસિંહે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે. 

પરિણામે ઉત્તરપ્રદેશમાં પુન: ચૂંટણીઓ યોજવાની નોબત આવી, જેમાં શ્રી રામજન્મભૂમિ પર મંદિરનિર્માણનો વિરોધ કરતા પક્ષોની નાલેશીભરી હાર થઈ. અને કલ્યાણસિંહ યુ.પી.ના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા. ત્યારપછી રામજન્મભૂમિ ન્યાસ દ્વારા ઉત્તરપ્રદેશ સરકાર પાસે રામકથા કુંજ માટે થોડી ભૂમિની માંગણી કરવામાં આવી. જેનો સ્વીકાર કરી મુખ્યમંત્રી કલ્યાણસીંહે ૪૨ એક ભૂમિ રામજન્મભૂમિ ન્યાસને પટ્ટા પર આપી. અને ઉત્તરપ્રદેશ સરકારે પણ ૨.૭૭ એકર ભૂમિ તીર્થ યાત્રીઓની સુવિધાઓ માટે સંપાદિત કરી. 

૧૯૯૧માં યુપી સરકાર દ્વારા ખાડાટેકરા વાળી જમીનનું સમતલીકરણનું કામ ચાલી રહયુ હતું. તે દરિમયાન ઇમારતના દક્ષિણ પુર્વ ખુણામાંથી અનેક પથ્થરો મળી આવ્યા. જેમાં શિવ પાર્વતિની ખંડિત પ્રતિમા, સુર્યસમાન અર્ધકમળ,મંદિરનું શિખર જેવી અનેક કલાકૃતિઓ હતી, ૯ જુલાઇ ૧૯૯૨થી સતત ૬૦ દિવસ સુધી અયોધ્યામાં સુર્યદેવના અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો. તેની સાથે સાથે રામજન્મભૂમિની બરોબર સામેના શિલાન્યાસ આગળ ભાવિ રામમંદિરનો પાયો નાંખવામાં આવ્યો. 

તત્કાલિન સમયનાં દેશના વડાપ્રધાન નરસીંહરાવે સંતો પાસે થોડો સમય માંગ્યો, અને સંતોને તત્કાલીક આ કામ રોકી દેવાની અરજ કરી. તેનો સ્વીકાર કરીને સંતસમાજ તે સ્થળેથી થોડે દુર નિર્માણ પામી રહેલા. શેષવતાર મંદિરન નિર્માણકાર્યમાં લાગી ગયા. રામાયણ અનુસાર નંદિગ્રામ ખાતે ભરત દ્વારા ૧૪ વર્ષ વનવાસી રૂપમાં રહી. અયોધ્યાનું શાસન ભગવાન શ્રીરામની પાદુકાના માધ્યમ થકી ચલાવાયું. આજ સ્થળે ૨૬ સપ્ટેમ્બર ૧૯૯૨ના રોજ શ્રીરામની પાદુકાઓનું ફરી એકવાર પૂજનકરવામાં આવ્યું. અને પછી દેશના ગામડે..ગામડે..શ્રી રામની પાદુકાનું પૂજન કરી જાગૃતિ અભિયાન ચલાવાયું.  

૩૦ ઓક્ટોમ્બર ૧૯૯૨ના રોજ રાજધાની દિલ્હીમાં દેશભરના સંતો દ્વારા પાંચમી ધર્મસભાનું આયોજન કરી ઘોષણા કરવામાં આવી કે, ૬ ડિસેમ્બર ૧૯૯૨થી અયોધ્યામાં કારસેવાનો ફરીથી પ્રારંભ કરવામાં આવશે. સંતોના આ આહ્વાનથી દેશભરમાંથી લાખો કારસેવકો અયોધ્યા પહોચવા લાગ્યા. અને ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ અયોધ્યામાં એકત્રિત થયેલા લાખો રામભક્તોના રોષે તાંડવનું સ્વરૂપ ધારણ કર્યું 

બાબરીનો ઢાંચો જમીનદોસ્ત થયો. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ કથિત બાબરી ઢાંચાના ધ્વંશ બાદ રામ ભક્તોએ વચ્ચેના ગુંબજની જગ્યાએ ભગવાન શ્રીરામનું સિંહાશન સ્થાપિત કરી પૂજાનો પ્રારંભ કરી દીધો. ત્યારબાદ લાખો કારસેવકોએ ૩૬ કલાકમાં કોઇ પણ જાતના ઓજારો વિના પોતાના હાથથી તે સ્થાનની ચારે બાજુ દિવાલો ઉભી કરી ઉપર કપડાનીં છત બનાવી દીધી. રામભક્તોએ પાંચ ફૂટ ઉંચી અને ૨પ ફૂંટ લાંબી અને ૨પ ફૂટ પહોળી દિવાલો ચણી દીધી અને આ રીતે બની ગયું રામલલાનું મંદિર અને ત્યાંજ શરૂ થઇ ભગવાન રામની પૂજા અર્ચના….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews