Not Set/ અમદાવાદ/ નજીવી બાબતે બોલાચાલીમાં યુવકને ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદમાં ગુનાખરીની ઘટનામાં સતત વધરો થઇ રહ્યો છે. શહેરમાં અપહરણ, મારામારી, લુંટ અને હત્યા સહીતના ગુનાઓમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં નજીવી બાબતમાં તકરાર થતાં એક યુવકને સરેઆમ મોતને ઘાટ ઉતારી દીધો હતો. મળતી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરની નજીક બાઇક ટકરાતા જેવી બાબતને લઇ મોહમ્મદ […]

Ahmedabad Gujarat
4f0d2723a67ce7367a89f65febfd0ac4 અમદાવાદ/ નજીવી બાબતે બોલાચાલીમાં યુવકને ઉતાર્યો મોતને ઘાટ
4f0d2723a67ce7367a89f65febfd0ac4 અમદાવાદ/ નજીવી બાબતે બોલાચાલીમાં યુવકને ઉતાર્યો મોતને ઘાટ

અમદાવાદમાં ગુનાખરીની ઘટનામાં સતત વધરો થઇ રહ્યો છે. શહેરમાં અપહરણ, મારામારી, લુંટ અને હત્યા સહીતના ગુનાઓમાં વધારો થયો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. વેજલપુરમાં નજીવી બાબતમાં તકરાર થતાં એક યુવકને સરેઆમ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

મળતી માહિતી અનુસાર, જુહાપુરા વિસ્તારમાં રોયલ અકબર ટાવરની નજીક બાઇક ટકરાતા જેવી બાબતને લઇ મોહમ્મદ સિદ્દીકી નામના યુવકની લોખંડની પાઇપ મારી હત્યા કરી દેવામાં આવી છે. મોહમ્મદ સિદ્દીકીનું બાઈક સ્લીપ થઇ જતાં આરોપીના ભાઇને ટકરાયું હતું. જેને લઇ બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપી અઝહર કીટલી અને તેના સાગરીતો બાદશાહ સહિત ચાર બદમાશોએ ફૈઝલ સૈયદ સાથે મારા મારી કરવા લાગ્યા હતા. મોહમ્મદ સિદ્દીકી એકલો હોવાથી તેને તેના મિત્રને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યો હતો.

મોહમ્મદ સિદ્દીકીને બચાવવા મિત્ર વચ્ચે પડ્યો હતો. જો કે હાથના ભાગે પાઇપ વાગી જતા તે દુર જતો રહ્યો હતો. તો બીજી તરફ આરોપીઓ મોહમ્મદ સિદ્દીકીને માર મારતા રહ્યા. આ દરમિયાન આરોપીઓએ મૃતક સિદ્દીકીને મથાના ભાગે પાઇપ વાગતા બેભાન થઇ ઢળી પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.