Not Set/ પતંજિલ ‘કોરોનિલ’/ કોરોનાના કહેર વચ્ચે વધી માંગ, રોજના આટલા પેકેટ વેચાઈ રહ્યા છે…

  વૈશ્વિક મહામારી કોરોના એ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની તરફથી તૈયાર કરવામાં આવેલ કોરોનિલ દવા ખુબ જ કારગર છે. જેને લઈ વિવાદ પણ ઉભો થયો હતો, અને બાદમાં રામદેવે કહ્યુ હતું કે, કોરોનિલ દવા ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. રામદેવનું માનીએ તો, પતંજલિ આયુર્વેદને […]

India
3988e24fb16801b0a8351a4dbda7f0bf 1 પતંજિલ ‘કોરોનિલ’/ કોરોનાના કહેર વચ્ચે વધી માંગ, રોજના આટલા પેકેટ વેચાઈ રહ્યા છે...
 

વૈશ્વિક મહામારી કોરોના એ આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. ત્યારે ગત દિવસોમાં યોગગુરુ બાબા રામદેવે કહ્યું હતું કે, પતંજલિ આયુર્વેદની તરફથી તૈયાર કરવામાં આવેલ કોરોનિલ દવા ખુબ જ કારગર છે. જેને લઈ વિવાદ પણ ઉભો થયો હતો, અને બાદમાં રામદેવે કહ્યુ હતું કે, કોરોનિલ દવા ઈમ્યુનિટી વધારવામાં કારગર છે. રામદેવનું માનીએ તો, પતંજલિ આયુર્વેદને કોરોનિલ માટે દરરોજ 10 લાખ પેકેટની માંગ મળી રહી છે.

બાબા રામદેવે બુધવારે કહ્યું કે, હરિદ્વાર સ્થિત આ કંપની માંગને પૂરી કરવા માટે પૂરા પ્રયાસ કૃ રહી છે. અત્યારે રોજના એક લાખ પેકેટ સપ્લાય કરવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, અમારી પાસે રોજ કોરોનિલના 10 લાખ પેકેટની માગ છે અને અમે ફક્ત એક લાખ જ પેકેટની આપૂર્તિ કરી શકીએ છીએ. રામદેવે કહ્યું કે, પતંજિલ આયુર્વેદે તેની કિંમત 500 રૂપિયા રાખી હતી. કોરોના કાળમાં જો અમે તેની કિંમત 5000 રૂપિયા લગાવી હોત તો અમે સરળતાથી 5000 કરોડ રૂપિયા કમાવી શકતા હતા. પણ અમે તેવું કર્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.