Not Set/ ચીનનો સામનો કરવોની વાત તો દૂરની, PM માં ચીનનું નામ લેવાની પણ હિંમત નથી: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનના બહાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ચીનનો સામનો કરવો તે દૂરની વાત છે, ભારતના વડા પ્રધાનમાં ચીનનું નામ લેવાની પણ હિંમત નથી. રાહુલને ટ્વિટ કરીને વડા પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, ચીન આપણી માતૃભૂમિ પર આવી ગયુ છે તેવું નકારવાથી અને વેબસાઇટ પરથી દસ્તાવેજો કાઢી નાખવાથી […]

India
481c6bd9eb0e209ed0c78c873434de83 1 ચીનનો સામનો કરવોની વાત તો દૂરની, PM માં ચીનનું નામ લેવાની પણ હિંમત નથી: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીનના બહાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ચીનનો સામનો કરવો તે દૂરની વાત છે, ભારતના વડા પ્રધાનમાં ચીનનું નામ લેવાની પણ હિંમત નથી. રાહુલને ટ્વિટ કરીને વડા પ્રધાન પર પ્રહાર કરતા કહ્યું કે, ચીન આપણી માતૃભૂમિ પર આવી ગયુ છે તેવું નકારવાથી અને વેબસાઇટ પરથી દસ્તાવેજો કાઢી નાખવાથી તથ્યો બદલાશે નહીં.

આપને જણાવી દઇએ કે પૂર્વ લદ્દાખમાં એકચ્યુલ લાઇન ઓફ કંટ્રોલ (એલએસી) પર ભારત-ચીન સરહદ પર ડેડલોક ઘણા સમયથી ચાલી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલયે હવે તેની વેબસાઇટ પર દસ્તાવેજો અપલોડ કર્યા છે, જેમાં જણાવ્યું છે કે એલએસી પર ચીની આક્રમકતા વધી રહી છે અને હાલનો અડચણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે. એલએસીને લઈને ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પીએમ મોદી અને સરકાર પર સતત આક્ષેપ અને હુમલો કરી રહ્યા છે.  

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે ચીનીઓ આપણા વિસ્તારમાં પ્રવેશ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે આ વાત તેને(રાહુલ) પરેશાન કરે છે અને લોહી ઉકળે છે. સરકાર પર જૂઠ્ઠાણું ફેલાવવાનો આરોપ મુકતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ સત્ય કહેતા રહેશે, પછી ભલે તેમની રાજકીય કારકીર્દી બગાડી જાય. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews