Not Set/ કોરોનાનો આંક 20 લાખ પાર, ગુમ છે મોદી સરકાર : રાહુલ ગાંધી

  દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસો 20 લાખને વટાવી ગયા છે, જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે, રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે, ‘20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર.’ ખાસ વાત એ છે કે 17 જુલાઇએ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, […]

India
5da0a440ebe1f78f6b1950646aed2f16 1 કોરોનાનો આંક 20 લાખ પાર, ગુમ છે મોદી સરકાર : રાહુલ ગાંધી
 

દેશભરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસો 20 લાખને વટાવી ગયા છે, જેના કારણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે, રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું છે, ‘20 લાખનો આંકડો પાર, ગાયબ છે મોદી સરકાર.ખાસ વાત એ છે કે 17 જુલાઇએ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કોરોનાની ગતિ યથાવત રહેશે તો 10 ઓગસ્ટ સુધીમાં 20 લાખથી વધુ લોકોને ચેપ લાગશે, આ મુદ્દે સરકારે નક્કર અને આયોજિત પગલા લેવા જોઈએ.

દુનિયામાં પોતાનો કહેર વરસાવનાર કોરોનાવાયરસે ભારતમાં પણ પોતાનો કહેર યથાવત રાખ્યો છે. covid19india.org અનુસાર, દેશમાં ગુરુવાર સુધી કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા 20 લાખને વટાવી ગઈ છે, જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં છેલ્લા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 56,282 નવા કેસ નોંધાયા છે, જ્યારે 904 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે, ત્યારબાદ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 19,64,536 થઈ ગઈ છે, જેમાંથી 5 લાખ 95 હજાર સક્રિય કેસ છે, જ્યારે 13 લાખ 28 હજારથી વધુ લોકો ઠીક થઇ ચુક્યા છે. જ્યારે 40,699 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

દરમિયાન, વિશ્વ આરોગ્ય સંગઠને લોકોને ચેતવણી આપી છે કે કોરોનાથી બચવા માટે રસી બનાવવાની દોડધામ તીવ્ર બની છે, પરંતુ કોરોના વાયરસને પહોંચી વળવામાં હજુ સુધી કોઇ રામબાણ સમાધાન સામે આવ્યુ નથી અને ન તો એવી કોઇ આશા દેખાઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.