Not Set/ Tiktok-WeChat સાથે કોઇપણ વ્યવહાર કરવા પર ટ્રમ્પે લગાવ્યો 45 દિવસનો પ્રતિબંધ

  અમેરિકા અને ચીનમાં તણાવ વધી રહ્યો છે. યુ.એસ. માં ટિકિટોક પર પ્રતિબંધની ધમકી આપ્યાનાં એક અઠવાડિયા પછી, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકિટોકની ચીનની માલિકીની પેરેન્ટ કંપની બાઇટડાન્સ સાથે યુ.એસ. વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ચીની એપ્લિકેશન ટિકટોકને રાષ્ટ્રીય ખતરો ગણાવ્યો છે. ટ્રમ્પે ટિકટોક સાથે વીચેટ જેવા ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકતા એક […]

World
6afc98b1c37f681dabf1d1ab212b2212 Tiktok-WeChat સાથે કોઇપણ વ્યવહાર કરવા પર ટ્રમ્પે લગાવ્યો 45 દિવસનો પ્રતિબંધ

 

અમેરિકા અને ચીનમાં તણાવ વધી રહ્યો છે. યુ.એસ. માં ટિકિટોક પર પ્રતિબંધની ધમકી આપ્યાનાં એક અઠવાડિયા પછી, યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકિટોકની ચીનની માલિકીની પેરેન્ટ કંપની બાઇટડાન્સ સાથે યુ.એસ. વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ચીની એપ્લિકેશન ટિકટોકને રાષ્ટ્રીય ખતરો ગણાવ્યો છે. ટ્રમ્પે ટિકટોક સાથે વીચેટ જેવા ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકતા એક એક્ઝિક્યુટિવ આદેશ પર પણ હસ્તાક્ષર કર્યા છે.

સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિકટોક એપને ખતરોગણાવીને બાઇટડાન્સ કંપની સામે એક્ઝિક્યુટિવ આદેશ જારી કર્યો છે. આ હુકમમાં જણાવાયું છે કે બાઇટડાન્સ સાથેનાં કોઈપણ વ્યવહારને 45 દિવસ દરમિયાન યુ.એસ.નાં અધિકારક્ષેત્ર હેઠળ પ્રતિબંધિત કરવામાં આવે છે. આ સિવાય ટ્રમ્પે યુએસ કોંગ્રેસનાં નેતાઓને લખેલા પત્રમાં લખ્યું છે કે ટેન્સન્ટ કંપનીનાં મેસેંજર એપ વીચેટની સાથે 45 દિવસમાં શરૂ થતા કોઈપણ વ્યવહાર પર પ્રતિબંધ લગાવી રહ્યા છે.

આદેશ અનુસાર, ‘ડેટા કલેક્શન, ચીનનાં કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકાનાં લોકોની વ્યક્તિગત અને માલિકીની માહિતી એક્સેસ કરવાની મંજૂરી આપે છે. સંભવત આ ચાઇનીઝ એપ્લિકેશન્સ ફેડરલ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોનાં સ્થળોને ટ્રેક કરવાની, બ્લેકમેલ માટચે વ્યક્તિગત જાણકારીનાં ડોઝિયર બનાવવા અને કોર્પોરેટ જાસૂસી કરવાની પરવાનગી આપે છે.જણાવી દઇએ કે, સોમવારે આ અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે જો તેને કોઈ યુએસ કંપનીને વેચવામાં ન આવે તો 15 સપ્ટેમ્બર સુધી અમેરિકામાં ટિક ટોક પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.