Not Set/ ભારત દુનિયામાં એકમાત્ર દેશ છે, જેણે નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન શરૂ કરી : મનસુખ માંડવિયા

  કેન્દ્રીય રાજ્ય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ સમારંભમાં નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અંતર્ગત વિવિધ દરિયાઈ તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવતા નાવિકો હવે કોવિડ-19 રોગચાળાના આ અનપેક્ષિત સમયગાળામાં તેમના ઘરેથી સુવિધાજનક રીતે પરીક્ષા આપી શકે છે. માંડવિયાએ એમના ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું […]

India
c58ad11dbc7b0c093c36ac8e5f94baf2 ભારત દુનિયામાં એકમાત્ર દેશ છે, જેણે નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન શરૂ કરી : મનસુખ માંડવિયા
c58ad11dbc7b0c093c36ac8e5f94baf2 ભારત દુનિયામાં એકમાત્ર દેશ છે, જેણે નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન શરૂ કરી : મનસુખ માંડવિયા 

કેન્દ્રીય રાજ્ય જહાજ મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ સમારંભમાં નાવિકો માટે ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગ અંતર્ગત વિવિધ દરિયાઈ તાલીમ સંસ્થાઓમાં તાલીમ મેળવતા નાવિકો હવે કોવિડ-19 રોગચાળાના આ અનપેક્ષિત સમયગાળામાં તેમના ઘરેથી સુવિધાજનક રીતે પરીક્ષા આપી શકે છે.

માંડવિયાએ એમના ઉદ્ઘાટન સંબોધનમાં કહ્યું હતું કે, ભારત કુશળ અને લાયકાત ધરાવતા નાવિકો માટે જાણીતો છે. વર્ષ 2017માં 1.54 લાખ નાવિકોની સંખ્યા વર્ષ 2019માં 2.34 લાખ થઈ હતી અને અમારો લક્ષ્યાંક ભારતીય અને દુનિયાના દરિયાઈ ઉદ્યોગની વધતી જરૂરિયાતો પૂર્ણ કરવા 5 લાખ નાવિકોને તૈયાર કરવાનો છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વપ્ન સેવ્યું છે કે, દરિયાઈ ક્ષેત્ર ભારતીય યુવાનો માટે મોટી સંખ્યામાં રોજગારી પેદા કરી શકે છે અને જહાજ મંત્રાલય પ્રધાનમંત્રીના વિઝનને પૂર્ણ કરવા અને રોજગારીની તકો ઝડપવા શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે.”

તાલીમ સંસ્થાઓ સમયની સાથે પરિવર્તન કરી રહી છે એ અંગે મંત્રી એ ખુશી વ્યક્ત કરી હતી. વધુમાં માંડવિયાએ ઉમેર્યું હતું કે, ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે, જેણે નાવિકો માટે આ રોગચાળા દરમિયાન તેમના ઘરેથી સુવિધાજનક રીતે ઓનલાઇન પરીક્ષા આપવા માટેની વ્યવસ્થા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઓનલાઇન પરીક્ષાને કારણે પરીક્ષાની સચોટતા અને ઉમેદવારોનું  એકસમાન રીતે મૂલ્યાંકન સુનિશ્ચિત થઈ શકશે. ઓનલાઇન પરીક્ષા સાથે નાવિકોને તેમના ઘરેથી સુવિધાજનક રીતે એક્ઝિટ પરીક્ષામાં ક્વોલિફાઈ થવાની તક મળશે.

વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારંભમાં ડીજી શિપિંગ  અમિતાભ કુમારે મંત્રીને સંપૂર્ણ ઓનલાઇન પરીક્ષા વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઓનલાઇન એક્ઝિટ એક્ઝામિનેશન સલામતીની સંવર્ધિત ખાસિયતો સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જે ઉમેદવારોને ઘરેથી પરીક્ષા આપવા સક્ષમ બનાવે છે, જેમાં પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિની નહીંવત્ શક્યતા છે. ઉમેદવારો વેબસાઇટ https://www.dgsexams.in/ પર લોગિન કરીને એક્ઝિટ પરીક્ષા આપી શકે છે.

મોડ્યુલર અભ્યાસક્રમો માટે ત્રિસ્તરીય તાલીમ વ્યવસ્થામાં ઇ-લર્નિંગ પ્લેટફોર્મ, માન્યતા પ્રાપ્ત તાલીમ સંસ્થાઓ દ્વારા વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને અભ્યાસક્રમને અંતે વર્ચ્યુઅલ ઓનલાઇન એક્ઝિટ પરીક્ષા સોલ્યુશન સ્વરૂપે સામેલ છે, જે ગુણવત્તાયુક્ત અને પ્રમાણભૂત તાલીમની સાથે નાવિકો દ્વારા પ્રાપ્ત જ્ઞાનની ચકાસણી પણ સુનિશ્ચિત કરે છે. આ  ઉપરાંત નાવિકો પોતાના ઘરેથી સુવિધાજનક રીતે પરીક્ષા આપતા હોવા છતાં દરિયાઈ વહીવટીતંત્ર દ્વારા વહીવટ અને નિરીક્ષણ પણ સુનિશ્ચિત કરે છે.

આ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમારંભમાં જહાજ મંત્રાલયના સચિવ સંજીવ રંજન, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ શિપિંગના અધિકારીઓ, મેરિટાઇમ ટ્રેનિંગ સંસ્થાઓના અધિકારીઓ અને નાવિકો ઉપસ્થિત હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.