Not Set/ વિશ્વમાં ઓગસ્ટ મહિનામાં આવેલા કોરોનાનાં કેસોનાં 25 ટકા કેસ માત્ર ભારતમાં નોંધાયા, સ્થિતિ ભયાવહ

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસનો આંક 21 લાખને પાર પહોંચી ગયો છે. ત્યારે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 21,53,011 કેસ નોંધાયા છે, જેમા 6,28,747 કેસ સક્રિય છે જ્યારે 14,80,885 લોકો ચેપ મુક્ત થયા છે. વળી કોરોનાથી 43,379 લોકો મૃત્યુ પામ્યા છે. […]

India
77533b904fa66d2a556e8bf3efb8e890 1 વિશ્વમાં ઓગસ્ટ મહિનામાં આવેલા કોરોનાનાં કેસોનાં 25 ટકા કેસ માત્ર ભારતમાં નોંધાયા, સ્થિતિ ભયાવહ

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. રવિવારે ભારતમાં કોરોના વાયરસનાં કુલ કેસનો આંક 21 લાખને પાર પહોંચી ગયો છે. ત્યારે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયનાં તાજેતરનાં આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 21,53,011 કેસ નોંધાયા છે, જેમા 6,28,747 કેસ સક્રિય છે જ્યારે 14,80,885 લોકો ચેપ મુક્ત થયા છે. વળી કોરોનાથી 43,379 લોકો મૃત્યુ પામ્યા છે.

છેલ્લા 24 કલાક દરમિયાન, કોરોનાનાં 64, 399 નવા કેસ નોંધાયા છે અને 861 લોકોનાં મોત નીપજ્યાં છે. આપને જણાવી દઇએ કે, આ એક દિવસમાં કોરોનાનાં કેસોમાં સૌથી મોટો ઉછાળો છે. ભારતમાં વધતા કોરોના દર્દીઓએ લોકોની ચિંતા વધારી દીધી છેઆપને જાણીને આશ્ચર્ય થશે કે ભારત ઓગસ્ટનાં મહિનામાં સૌથી મોટા કોરોના હોટસ્પોટનાં રૂપમાં સામે આવ્યુ છે. ઓગસ્ટ મહિનાનાં પહેલા અઠવાડિયામાં દુનિયામાં આવેલા કોરોનાનાં નવા કેસોમાં લગભગ 25 ટકા કેસ માત્ર ભારતમાંથી જ સામે આવ્યા છે. જણાવી દઇએ કે, 1 થી 8 ઓગસ્ટ સુધીમાં દુનિયામાં 20 લાખથી વધુ કોરોનાનાં કેસો સામે આવ્યા છે. જેમા 4.55 લાખ કેસ ભારતમાં છે, જેને દરરોજ 57 હજાર કેસ ગણી શકાય છે.

સંક્રમણનાં કિસ્સામાં અમેરિકા પ્રથમ ક્રમે છે, બ્રાઝીલ બીજા ક્રમે છે અને ભારત ત્રીજા સ્થાને છે, પરંતુ ઓગસ્ટમાં નવા કેસોની વાત કરીએ તો ભારતમાં દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો નોંધાયો છે. ઓગસ્ટમાં ભારતમાં લગભગ 25 ટકા નવા કેસ નોંધાયા છે. અને જો પરિસ્થિતિ યથાવત રહેશે તો ભારત બ્રાઝિલને પાછળ પણ છોડી શકે છે. જણાવી દઇએ કે, યુએસએમાં અત્યાર સુધીનાં આંકડા મુજબ, 51.49 લાખ, બ્રાઝિલમાં 30.13 લાખ અને ભારતમાં 21.52 લાખ કેસ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.