Not Set/ Video/ મેનહોલનું ઠાંકણું હતુ ખુલ્લુ, વરસાદમાં 5 કલાક સુધી રસ્તા પર ઉભી રહી આ મહિલા

મુંબઇમાં લાંબા સમયથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સ્થિતિ પૂર જેવી બની છે, રસ્તાઓ અને ટ્રેનનાં પાટા દેખાતા નથી. આ વરસાદે 26 જુલાઇ 2005 નાં પૂરની યાદ તાજી કરી દીધી છે. આ વરસાદનાં ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તાજેતરમાં એક આવો જ વીડિયો સામે આવ્યો છે. આ […]

India
ba22a0eb041d2b57b98adfd8f42a37d9 1 Video/ મેનહોલનું ઠાંકણું હતુ ખુલ્લુ, વરસાદમાં 5 કલાક સુધી રસ્તા પર ઉભી રહી આ મહિલા
મુંબઇમાં લાંબા સમયથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સ્થિતિ પૂર જેવી બની છે, રસ્તાઓ અને ટ્રેનનાં પાટા દેખાતા નથી. આ વરસાદે 26 જુલાઇ 2005 નાં પૂરની યાદ તાજી કરી દીધી છે. આ વરસાદનાં ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, તાજેતરમાં એક આવો જ વીડિયો સામે આવ્યો છે.

આ વીડિયોમાં, જે મહિલા માર્ગ પર મેનહોલ ખોલીને ઉભી છે, એવું માનવામાં આવે છે કે તે છેલ્લા પાંચ કલાકથી વરસાદમાં ઉભી હતી જેથી પાણીનો નિકાલ પણ થાય અને કોઇ તેમા પડી ન જાય. હવે સોશિયલ મીડિયા પર લોકો આ મહિલાનાં જુસ્સાનાં વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં આ મહિલા મેનહોલની નજીક કલાકો સુધી ઉભી રહી હતી, સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આ વીડિયો માટુંગા પશ્ચિમમાં તુલસી પાઇપ રોડનો છે. મળી રહેલી માહિતી અનુસાર, પહેલા આ મહિલાએ મેનહોલ ખોલ્યો અને ત્યારબાદ 5 કલાક સુધી તેની પાસે ઉભી રહી.

આપને જણાવી દઇએ કે આ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે આ મહિલા સતત વરસાદમાં મેનહોલની નજીક ઉભી રહી છે અને ત્યાથી પસાર થતા વાહનો અને બાઇક ચાલકોને મેનહોલથી દૂર રાખવા માટે હાથ વડે ઇશારો પણ કરી રહી છે. જો રસ્તો સંપૂર્ણપણે પાણીથી ભરેલો છે, તો આ મહિલાએ વિચાર્યું કે મેનહોલ ખોલવો જોઈએ અને રસ્તા પર પાણી ભરાયેલુ ખાલી થઇ જવુ જોઇએ, આજનાં સમયમાં ખૂબ જ ઓછા લોકો પોતાને મુશ્કેલીમાં મુકીને અન્યની મદદ કરે છે. આ મહિલાએ પોતાના વિશે ન વિચારી રસ્તા પર 5 કલાક સુધી ઉભી રહી, જેથી કોઇ દુર્ઘટના ન થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.