Not Set/ બ્રેન સર્જરી બાદ વેન્ટિલેટર પર છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં બ્રેનની સર્જરી બાદ વેન્ટિલેટર સપોર્ટ પર છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સોમવારે બ્રેનની સર્જરી સફળ રહી છે. કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે સવારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમની નિયમિત તપાસમાં તેઓ કોરોના ચેપગ્રસ્ત હોવાનુ સામે આવ્યુ હતુ. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી […]

India
dffef9c4372a831fc6efa20937a10275 1 બ્રેન સર્જરી બાદ વેન્ટિલેટર પર છે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં બ્રેનની સર્જરી બાદ વેન્ટિલેટર સપોર્ટ પર છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સોમવારે બ્રેનની સર્જરી સફળ રહી છે. કોરોનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે સવારે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમની નિયમિત તપાસમાં તેઓ કોરોના ચેપગ્રસ્ત હોવાનુ સામે આવ્યુ હતુ. તેમણે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પ્રણવ મુખર્જીએ તેમના સંપર્કમાં રહેલા લોકોને અપીલ કરી છે કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી દે.

પ્રણવ મુખર્જીએ સોમવારે લખ્યું કે, હોસ્પિટલમાં ટેસ્ટ દરમિયાન મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં, મારા સંપર્કમાં આવેલા બધા લોકો કોરોના ટેસ્ટ કરાવી લે, પોતાને પણ અલગ કરી લે. આર્મી હોસ્પિટલનાં અધિકારીઓએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિનાં બ્રેનમાં લોહીનું ગાંઠ થઇ હતી. જેને ઓપરેશન દ્વારા દૂર કરવામાં આવી છે. તેમની સર્જરી સફળ રહી છે. હાલ તે વેન્ટિલેટર પર છે.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને તેમના પિતાની તબિયત વિશે પૂછપરછ કરી અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત અન્ય લોકોએ પ્રણવ મુખર્જીની વહેલા તંદુરસ્ત થવા માટે પ્રાર્થના કરી. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું, ‘સર કૃપા કરીને ધ્યાન રાખજો. અમે તમારી ઝડપથી સ્વસ્થ થવા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.