Not Set/ બાગપતમાં ભાજપનાં પૂર્વ જિલ્લાધ્યક્ષને બદમાશોએ મારી ગોળી, ઘટનાસ્થળે થયુ મોત

  ઉત્તર પ્રદેશનાં બાગપતમાં ભાજપનાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ સંજય ખોખરની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે સંજય ખોખર મંગળવારે સવારે તિલવાડા રોડની મુલાકાત લેવા એકલા નીકળ્યા હતા. હુમલો કરનારાઓએ પૂર્વ જિલ્લા પ્રમુખ સંજય ખોખરને ચાર ગોળીઓ મારી હોવાનું જણાવાયું છે. બીજી તરફ એસપી અજયકુમાર સિંહ, સીઓ બારોટ આલોકસિંઘ, […]

India
0aa46f733efa8321814cacad1820b546 1 બાગપતમાં ભાજપનાં પૂર્વ જિલ્લાધ્યક્ષને બદમાશોએ મારી ગોળી, ઘટનાસ્થળે થયુ મોત
 

ઉત્તર પ્રદેશનાં બાગપતમાં ભાજપનાં પૂર્વ જિલ્લા અધ્યક્ષ સંજય ખોખરની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે સંજય ખોખર મંગળવારે સવારે તિલવાડા રોડની મુલાકાત લેવા એકલા નીકળ્યા હતા. હુમલો કરનારાઓએ પૂર્વ જિલ્લા પ્રમુખ સંજય ખોખરને ચાર ગોળીઓ મારી હોવાનું જણાવાયું છે.

બીજી તરફ એસપી અજયકુમાર સિંહ, સીઓ બારોટ આલોકસિંઘ, છપરૌલી પોલીસ સ્ટેશનનાં દિનેશ ચિકારા ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભાજપનાં પૂર્વ જિલ્લા પ્રમુખની હત્યાની બાતમી મળતા ઘટનાનું નિરક્ષણ કર્યુ હતુ. આ ઘટના અંગે ગ્રામજનો અને ભાજપનાં નેતાઓમાં રોષ છે. જણાવી દઇએ કે છેલ્લા બે મહિનામાં છાપરૌલી વિસ્તારમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે.

પોલીસ અધિક્ષક અજયકુમારસિંહે જણાવ્યું હતું કે, છાપરૌલી વિસ્તારનાં તિલવાડામાં રહેતા 52 વર્ષીય સંજય ખોખર આજે સવારે પોતાના નલકૂપ તરફ ચાલવા જઇ રહ્યા હતા. તે દરમિયાન ત્રણ બદમાશોએ પહેલાથી ઘેરાબંધી કરી હતી અને તેમના પર ફાયરિંગ કર્યું હતું, જેમાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તેમણે જણાવ્યું કે, ઘટના અંગેની માહિતી મળતાં તે પોલીસ દળ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હત્યાનું કારણ જાણી શકાયું નથી. પુલાસ હત્યારાઓની શોધ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.