Not Set/ PM મોદીને મારી નાખવાની ધમકી આપનાર શખ્સની પોલીસે કરી ધરપકડ, જાણો શું કહ્યું

એક યુવાને 112 નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું કે એક કલાકમાં હું વડા પ્રધાન મોદીને બુલેટથી મારી નાખીશ. પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યા ફોનથી ખળભળાટ મચી ગયો હતો. આ અંગે નોઈડા પોલીસને તાત્કાલિક લખનઉથી જાણ કરવામાં આવી હતી. નોઇડા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપી હરભજન સિંહ (33) ની મામૂરામાંથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ […]

India
53895c730e6aaf42390a7d7e83567ec4 1 PM મોદીને મારી નાખવાની ધમકી આપનાર શખ્સની પોલીસે કરી ધરપકડ, જાણો શું કહ્યું

એક યુવાને 112 નંબર પર ફોન કર્યો હતો અને કહ્યું કે એક કલાકમાં હું વડા પ્રધાન મોદીને બુલેટથી મારી નાખીશ. પોલીસ કંટ્રોલ રૂમમાં ધમકીભર્યા ફોનથી ખળભળાટ મચી ગયો હતો. આ અંગે નોઈડા પોલીસને તાત્કાલિક લખનઉથી જાણ કરવામાં આવી હતી.

નોઇડા પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપી હરભજન સિંહ (33) ની મામૂરામાંથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડ સમયે આરોપી નશામાં હતો. નોઇડા સેન્ટ્રલનાં ડીસીપી હરીશ ચંદ્રે જણાવ્યું હતું કે, સોમવારે 112 પર એક યુવકે ફોન કર્યો હતો કે તે એક કલાકમાં વડા પ્રધાનને ગોલીથી મારી નાખશે. તેણે નોઈડાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તુરંત જ કોલ 112નાં લખનઉનાં હેડક્વાર્ટરથી, નોઈડા પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસે ઝડપી કાર્યવાહી સાથે આરોપી યુવકને મામૂરાથી પકડી લીધો છે. ડીસીપીએ જણાવ્યું હતું કે, આરોપી હરભજન સિંહ મૂળ હરિયાણાનાં યમુનાનગર જગાધરીનો છે. હાલમાં તે નોઈડાનાં સેક્ટર-66 માં લોટ મિલની નજીક રહે છે. ડીસીપીએ કહ્યું કે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે આ પ્રકારનો કોલ કેમ કર્યો? તેમણે જણાવ્યું હતું કે ધરપકડ સમયે આરોપી નશામાં હતો. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, તે કોલ સેન્ટરમાં કામ કરતો હતો. તે લોકડાઉનમાં તેની નોકરી ગુમાવી ચૂક્યો છે. વળી તેની પ્રેમિકા પણ ત્યાંથી ચાલી ગઈ છે. ડીસીપીએ જણાવ્યું હતું કે, પોલીસ તેના ઘરેની પણ મુલાકાત કરશે અને તપાસ કરશે. આ સાથે જ તેના મોબાઇલની પણ તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.