Not Set/ શાળાઓ ખોલવાને લઇને કેન્દ્રિય શિક્ષા મંત્રાલયનું મોટુ નિવેદન, જાણો શું કહ્યુ

  દેશભરમાં કોરોના ચેપને કારણે લાખો વાલીઓ શાળાઓ શરૂ થવાને લઇને આશંકા કરી રહ્યા છે. માતા-પિતાનાં વિશાળ સમૂહે વડા પ્રધાનને હાલમાં શાળા ન ખોલવાની અપીલ પણ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે આગળ કોઇ નિર્ણય લઈ શકાય છે. ખાસ કરીને પ્રાથમિક કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે શાળા […]

India
4675dadf9c4485277af84788b55c8ff1 શાળાઓ ખોલવાને લઇને કેન્દ્રિય શિક્ષા મંત્રાલયનું મોટુ નિવેદન, જાણો શું કહ્યુ
4675dadf9c4485277af84788b55c8ff1 શાળાઓ ખોલવાને લઇને કેન્દ્રિય શિક્ષા મંત્રાલયનું મોટુ નિવેદન, જાણો શું કહ્યુ 

દેશભરમાં કોરોના ચેપને કારણે લાખો વાલીઓ શાળાઓ શરૂ થવાને લઇને આશંકા કરી રહ્યા છે. માતા-પિતાનાં વિશાળ સમૂહે વડા પ્રધાનને હાલમાં શાળા ન ખોલવાની અપીલ પણ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે આગળ કોઇ નિર્ણય લઈ શકાય છે.

ખાસ કરીને પ્રાથમિક કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાની યોજના શું છે તે અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે કહ્યું હતું કે, ‘અનલોક 3 માર્ગદર્શિકા હેઠળ ગૃહ મંત્રાલયે 31 ઓગસ્ટ સુધીમાં શાળાઓ, કોલેજો અને તમામ કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, અમે નિર્ણય લઈશું. પેરેન્ટ સમૂહોએ વડા પ્રધાન, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓને હાલમાં શાળાઓ ન ખોલવા અપીલ કરી છે.

બીજી તરફ, દિલ્હી સરકાર ઈચ્છે છે કે શાળાઓ વહેલી તકે ખોલવામાં આવે. દિલ્હી સરકારનાં જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ શાળાએ જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ફક્ત શાળાએ જઇને જ કરી શકાય છે. હાલમાં, કોરોના ચેપને ધ્યાનમાં રાખીને, 31 ઓગસ્ટ સુધી દેશની તમામ શાળા કોલેજો બંધ છે. તેથી, શાળા ખોલવા અંગેનો કોઈપણ નવો નિર્ણય સપ્ટેમ્બર મહિના દરમિયાન જ લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.