Not Set/ 18 નહીં, છોકરીઓના લગ્નની ઉંમરમાં થશે ફેરફાર ? પીએમ મોદીએ કર્યો ઈશારો

મોદી સરકાર છોકરીઓનાં લગ્નની લઘુતમ વયમર્યાદામાં ફેરફાર પર પુનર્વિચાર કરી રહી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી માતૃ મૃત્યુદરમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકાર આની પાછળ સુપ્રીમ કોર્ટના આદેશને કારણ આપી રહી છે. સરકારના આ નિર્ણય બાદ લગ્નની લઘુત્તમ વય 18 થી વધારીને 21 કરી શકાય છે. આ નિર્ણયથી છોકરીઓના જીવનમાં ઘણા પરિવર્તન આવશે. પીએમ […]

Uncategorized
af83b1239f25d94a5c652b70031cb2e2 1 18 નહીં, છોકરીઓના લગ્નની ઉંમરમાં થશે ફેરફાર ? પીએમ મોદીએ કર્યો ઈશારો

મોદી સરકાર છોકરીઓનાં લગ્નની લઘુતમ વયમર્યાદામાં ફેરફાર પર પુનર્વિચાર કરી રહી છે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી માતૃ મૃત્યુદરમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકાર આની પાછળ સુપ્રીમ કોર્ટના આદેશને કારણ આપી રહી છે. સરકારના આ નિર્ણય બાદ લગ્નની લઘુત્તમ વય 18 થી વધારીને 21 કરી શકાય છે. આ નિર્ણયથી છોકરીઓના જીવનમાં ઘણા પરિવર્તન આવશે.

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી આપ્યા સંકેતો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી આપેલા ભાષણમાં કહ્યું કે, પુત્રીઓના લગ્ન માટે લઘુતમ વય પર પુનર્વિચાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિએ પોતાનો અહેવાલ રજૂ કર્યા પછી અમે યોગ્ય નિર્ણય લઈશું. આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારામને પણ પોતાના છેલ્લા બજેટ ભાષણમાં કહ્યું હતું કે સ્ત્રીને માતા બનવાની યોગ્ય વય વિશે સલાહ આપવા માટે એક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સરકાર પર છોડ્યો હતો આ નિર્ણય

હકીકતમાં, સરકારના આ નિર્ણયની પાછળ ઓક્ટોબર 2017 માં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દીકરીઓને વૈવાહિક બળાત્કારથી બચાવવા બાળલગ્નને સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવું જોઈએ. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ કિસ્સામાં સરકારે પોતાને માટે નિર્ણય લેવો જોઈએ કે શું યુવતીઓ તેમના લગ્નની ઉંમરે કોઈ ફેરફાર ઇચ્છે છે. માનવામાં આવે છે કે સરકારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય અંગે કવાયત શરૂ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.