Not Set/ UP/ 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરાઈ હત્યા, આરોપીનાં ખેતરમાંથી મળી લાશ

ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં 13 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો મૃતદેહ શેરડીનાં ખેતરમાંથી મળી આવ્યો હતો. યુપી પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તાજેતરનાં દિવસોમાં રાજ્યમાંથી એક પછી એક બળાત્કારનાં બનાવ બન્યા છે. આ કેસમાં પોલીસે પીડિત ગામનાં બે લોકોની ધરપકડ કરી છે. યુવતીનાં પિતાએ જણાવ્યું […]

India
933f0fdcddef014f7647a49c638ed1e9 UP/ 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરાઈ હત્યા, આરોપીનાં ખેતરમાંથી મળી લાશ
933f0fdcddef014f7647a49c638ed1e9 UP/ 13 વર્ષીય બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ કરાઈ હત્યા, આરોપીનાં ખેતરમાંથી મળી લાશ

ઉત્તર પ્રદેશનાં લખીમપુર ખીરી જિલ્લામાં 13 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને તેની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો મૃતદેહ શેરડીનાં ખેતરમાંથી મળી આવ્યો હતો. યુપી પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. તાજેતરનાં દિવસોમાં રાજ્યમાંથી એક પછી એક બળાત્કારનાં બનાવ બન્યા છે. આ કેસમાં પોલીસે પીડિત ગામનાં બે લોકોની ધરપકડ કરી છે.

યુવતીનાં પિતાએ જણાવ્યું કે પીડિતાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, તેની આંખો બહાર હતી અને તેની જીભ કાપી નાખી હતી. આ ઘટના નેપાળની સરહદે આવેલા ગામની છે જે લખનઉથી લગભગ 130 કિમી દૂર છે. આ ઘટના શુક્રવારે બની હતી. પીડિતાની લાશ આરોપીમાંથી એકનાં ખેતરમાં મળી આવી હતી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, “બળાત્કારની પુષ્ટિ યુવતીનાં પોસ્ટમોર્ટમ દ્વારા કરવામાં આવી છે. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યુ કે, અમે બળાત્કાર, હત્યા અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીશું.”

યુવતીનાં પિતાએ જણાવ્યું કે પીડિતા શુક્રવાર બપોરથી ગુમ હતી. યુવતીનાં પિતાએ કહ્યું, “અમે તેને દરેક જગ્યાએ શોધી હતી. તેનો મૃતદેહ શેરડીનાં ખેતરમાં મળી આવ્યો હતો. પીડિતાની આંખો બહાર આવી હતી. તેની જીભ કાપી નાખવામાં આવી હતી અને દુપટ્ટાથી ગળું દબાવવામાં આવ્યું હતું.” ગયા અઠવાડિયે પશ્ચિમ ઉત્તર પ્રદેશનાં હાપુરમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરીને બળાત્કાર કરવામાં આવ્યો હતો. શુક્રવારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. યુવતી હોસ્પિટલમાં દાખલ છે. ડોક્ટર્સ કહે છે કે તે સ્થિર છે પરંતુ જોખમની બહાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.