Not Set/ લખીમપુર ખીરી બાદ વધુ એક કિશોરી બની દુષ્કર્મનો શિકાર

  ઉત્તર પ્રદેશમાં ક્રૂરતાની ઘટનાઓ સતત વધી રહી છે. લખીમપુર ઘેરી બળાત્કાર કેસ લખીમપુર ખીરીમાં સગીર સાથે થયેલ ક્રૂરતા બાદ ગોરખપુરમાં એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ તેના શરીર પર સળગતી સિગરેટ ચાંપી દીધી હતી. ઘટના ગોરખપુરનાં ગોલા બજારની છે. પોલીસે રવિવારે તેના વિશે માહિતી આપી હતી. કિશોર […]

India
c678041005a67040b2c1168f333ab45c લખીમપુર ખીરી બાદ વધુ એક કિશોરી બની દુષ્કર્મનો શિકાર
c678041005a67040b2c1168f333ab45c લખીમપુર ખીરી બાદ વધુ એક કિશોરી બની દુષ્કર્મનો શિકાર 

ઉત્તર પ્રદેશમાં ક્રૂરતાની ઘટનાઓ સતત વધી રહી છે. લખીમપુર ઘેરી બળાત્કાર કેસ લખીમપુર ખીરીમાં સગીર સાથે થયેલ ક્રૂરતા બાદ ગોરખપુરમાં એક હ્રદયસ્પર્શી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં કિશોરી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ આરોપીએ તેના શરીર પર સળગતી સિગરેટ ચાંપી દીધી હતી. ઘટના ગોરખપુરનાં ગોલા બજારની છે. પોલીસે રવિવારે તેના વિશે માહિતી આપી હતી.

કિશોર શનિવારે બેભાન અવસ્થામાં મળી આવી હતી, જેની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે. પીડિતાની માતાની ફરિયાદનાં આધારે પોલીસે અર્જુન અને દેહરીભાર ગામનાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. અહેવાલો અનુસાર, કિશોરી શુક્રવારે રાત્રે હેન્ડપંપ પર પાણી ભરવા ગઇ હતી. જયાં બાઇક સવાર બે બદમાશોએ બળજબરીથી પીડિતાને મોટર સાયકલ ઉપર જબરદસ્તી ઉઠાવી લીધી હતી અને તળાવ નજીક ઝૂંપડીમાં લઇ ગયા હતા અને તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ. પીડિતાએ એક આરોપીની ઓળખ કરી છે. એસએસપી સુનિલકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, પીડિતાની માતાની ફરિયાદ પર બંને આરોપીઓ વિરુદ્ધ અપહરણ, ગેંગરેપ અને પોક્સોની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.