Not Set/ ફેસબુક વિવાદ/ અંખી દાસને મળી રહી છે ધમકી, તાત્કાલિક FIR નોંધવાની કરી માંગ

  રાયપુરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની ભારતમાં નીતિ નિર્દેશક અંખી દાસ વિરુદ્ધ ફેસબુક ઉપર સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા અને તેમના લેખો દ્વારા બંને સમુદાયો વચ્ચે કડવાશ પેદા કરવા બદલ તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પત્રકાર આવેશ તિવારીની ફરિયાદ પર સોમવારે મોડી રાત્રે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ એફઆઈઆરમાં ફરિયાદીએ ફેસબુક અધિકારી અને અન્ય બે લોકો […]

Uncategorized
8402ea622a0324c6a779fc0286dc8039 1 ફેસબુક વિવાદ/ અંખી દાસને મળી રહી છે ધમકી, તાત્કાલિક FIR નોંધવાની કરી માંગ
 

રાયપુરમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકની ભારતમાં નીતિ નિર્દેશક અંખી દાસ વિરુદ્ધ ફેસબુક ઉપર સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા અને તેમના લેખો દ્વારા બંને સમુદાયો વચ્ચે કડવાશ પેદા કરવા બદલ તેમના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. પત્રકાર આવેશ તિવારીની ફરિયાદ પર સોમવારે મોડી રાત્રે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ એફઆઈઆરમાં ફરિયાદીએ ફેસબુક અધિકારી અને અન્ય બે લોકો પર જાનથી મારી નાખવાની ધમકી દેવાની, માનહાની અને લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષને ફાયદો પહોંચાડવા માટે નફરતભર્યા લેખોને પ્રસારિત કરવાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા ધમકી અંગે અંખી દાસે સોમવારે દિલ્હી પોલીસમાં એક ફરિયાદ નોંધાવી હતી.

અંખી દાસે કહ્યું હતુ કે, તેમણે તે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમણે તેમને ધમકી આપી છે. ફરિયાદમાં અંખી દાસે કહ્યું હતું કે ઓનલાઇન પોસ્ટિંગ/કન્ટેન્ટ દ્વારા તેમનું જીવન જોખમમાં મૂકાયુ છે. ફરિયાદમાં કેટલાક ટ્વિટર અને ફેસબુક હેન્ડલ્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાંથી તેમને ધમકીઓ મળી હતી. તેમણે આ કેસમાં તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.