Not Set/ નોઇડાનાં સેક્ટર 148 પાવર સ્ટેશનમાં લાગી ભીષણ આગ

નોઇડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર આવેલા નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશન (એનએમઆરસી) પાવર હાઉસમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે, નોઈડા પાવર કોર્પોરેશન લિમિટેડ (એનપીસીએલ) સાથે જોડાયેલા તમામ સેક્ટરોની લાઇટ ઉડી ગઇ છે. પાવર હાઉસમાં લાગેલી ભીષણ આગ વિશે માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગ પર કાબૂ મેળવવા સ્થળ પર રવાના કરવામાં આવી […]

Uncategorized
f1425995837a615b827f9fa9bc88de69 1 નોઇડાનાં સેક્ટર 148 પાવર સ્ટેશનમાં લાગી ભીષણ આગ

નોઇડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર આવેલા નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશન (એનએમઆરસી) પાવર હાઉસમાં ભારે આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે, નોઈડા પાવર કોર્પોરેશન લિમિટેડ (એનપીસીએલ) સાથે જોડાયેલા તમામ સેક્ટરોની લાઇટ ઉડી ગઇ છે.

75aa062c9dbb96936456cf051c69767d 1 નોઇડાનાં સેક્ટર 148 પાવર સ્ટેશનમાં લાગી ભીષણ આગ

પાવર હાઉસમાં લાગેલી ભીષણ આગ વિશે માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ આગ પર કાબૂ મેળવવા સ્થળ પર રવાના કરવામાં આવી છે. ચીફ ફાયર ઓફિસર (સીએફઓ) ગૌતમબુદ્ધ નગર અરુણ કુમાર સિંહનાં જણાવ્યા અનુસાર, બુધવારે સવારે આઠ વાગ્યે નોઈડા સેક્ટર 148 માં મેટ્રો સ્ટેશન પાસેનાં પાવર હાઉસમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. સ્થળ પર ફાયરની ચાર ગાડીઓ મોકલવામાં આવી છે. આગ ઉપર કાબુ મેળવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આસપાસનાં સ્થળોને ખાલી કરાવવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે, આગમાં હજી સુધી કોઈ જાનહાનિનાં સમાચાર નથી. અકસ્માત પાછળનું કારણ હજી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 17 ઓગસ્ટે નવી દિલ્હીનાં સંસદ ભવનની એનેક્સી બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયર ડિપાર્ટમેન્ટનાં જણાવ્યા અનુસાર, એનેક્સી બિલ્ડિંગનાં છઠ્ઠા માળે શોર્ટ સર્કિટ થયુ હોવાને કારણે આગ લાગી હતી. ફાયરનાં ચાર એન્જિનોએ આગને કાબૂમાં લીધી હતી. આ દરમિયાન કોઈ જાન-માલનું નુકસાન થયું ન હોતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.