Not Set/ #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 75 હજારથી વધુ કોરોનાનાં કેસ

  ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત યથાવત છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 33 લાખને પાર પહોંચી ગઈ છે. ગુરુવારે સવાર સુધી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 33,10,235 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 75,760 નવા કેસ નોંધાયા છે, જે દરમિયાન 1,023 લોકોનાં મોત નીપજ્યાં છે. India’s #COVID19 case tally crosses 33 lakh mark with 75,760 fresh […]

India
d31d8d279c83d7bb5721dd48f58fa2b3 #CoronaIndia/ દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 75 હજારથી વધુ કોરોનાનાં કેસ

 
ભારતમાં કોરોનાવાયરસનો કહેર સતત યથાવત છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 33 લાખને પાર પહોંચી ગઈ છે. ગુરુવારે સવાર સુધી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 33,10,235 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 75,760 નવા કેસ નોંધાયા છે, જે દરમિયાન 1,023 લોકોનાં મોત નીપજ્યાં છે.

 

જે બાદ કુલ મૃત્યુઆંક 60,472 પર પહોંચી ગયો છે. વળી આ વાયરસને હરાવીને 25,23,772 લોકો ઠીક થયા છે, રિકવરી રેટ વધીને 76.24 ટકા થઈ ગયો છે. આપને જણાવી દઇએ કે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 33 લાખ સુધી પહોંચવામાં 210 દિવસનો સમય લાગ્યો છે, જ્યારે અગાઉ એક લાખ સુધી પહોંચવામાં 110 દિવસનો સમય લાગ્યો હતો. એટલે કે, છેલ્લા 100 દિવસમાં 32 લાખ લોકો કોરોના વાયરસથી ગ્રસ્ત થયા છે.

 

આઇસીએમઆર ડેટા અનુસાર, મંગળવાર, 26 ઓગસ્ટનાં રોજ દેશમાં 9,24,998 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.