Not Set/ કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ સિંહ ગુર્જરને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી માહિતી

કોરોના વાયરસના સંક્રમણમાં સામાન્ય લોકોથી માંડીને ઘણા રાજકારણીઓ પણ ચપેટ આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ સિંહ ગુર્જરનો છે. તેમણે જાતે જ તેમના કોરોના વાયરસનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાની માહિતી આમી છે અને સાથે સંપર્કમાં રહેલા લોકોને કોરોના પરીક્ષણ કરાવવા જણાવ્યું છે. દરમિયાન જમ્મુના ભાજપના સાંસદ જુગલ કિશોર શર્મા કોરોના પોઝિટીવ હોવાનું જાણવા […]

Uncategorized
8d48da8051d810835ba352fbf4fb0588 કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ સિંહ ગુર્જરને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી માહિતી
8d48da8051d810835ba352fbf4fb0588 કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ સિંહ ગુર્જરને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી માહિતી

કોરોના વાયરસના સંક્રમણમાં સામાન્ય લોકોથી માંડીને ઘણા રાજકારણીઓ પણ ચપેટ આવી રહ્યા છે. તાજેતરનો કિસ્સો કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ સિંહ ગુર્જરનો છે. તેમણે જાતે જ તેમના કોરોના વાયરસનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાની માહિતી આમી છે અને સાથે સંપર્કમાં રહેલા લોકોને કોરોના પરીક્ષણ કરાવવા જણાવ્યું છે. દરમિયાન જમ્મુના ભાજપના સાંસદ જુગલ કિશોર શર્મા કોરોના પોઝિટીવ હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે જમ્મુ-પૂંછના સાંસદ જુગલ કિશોર શર્માએ ખુદ ટ્વીટ કરીને માહિતી આપી છે.

પોતાના ટ્વીટ મેસેજમાં કૃષ્ણપાલ સિંહ ગુર્જરે કહ્યું કે, “આરોગ્યની સમસ્યાઓ ગંભીરતાથી લેતાં, મેં કોરોના ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સારવાર હવે ડોકટરોની સલાહથી ચાલશે. ભૂતકાળમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે બધા કૃપા કરીને. તમારો કોરોનાને ગંભીરતાથી લો અને તમારું કોરોનાનું પરીક્ષણ કરો. “

કોરોના વાયરસનો ચેપ આખા દેશમાં ફેલાયેલો છે અને ઘણા રાજકારણીઓ આ વાયરસની ચપેટમાં આવ્યા છે, જેમાં ઘણા કેન્દ્રીય પ્રધાનો અને મુખ્યમંત્રી પણ શામેલ છે. દેશમાં કોરોના વાયરસના કેસ 33 લાખને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં 75 હજારથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે અને તેના ચેપને કારણે 1000 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.